Latest

“પીએમ મોદીના આહવાનને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ

મુખ્યમંત્રી ગાંધીનગર પાસે મંદિરમાં સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થયા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ  આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ  માટે સાર્વત્રિક રીતે સફાઈ  અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.

ગુજરાત વડાપ્રધાન ના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે.  તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન  સફાઈ અભિયાન નું  જન આદોલન હાથ  ધરાયું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ  રાજ્યવ્યાપી અભિયાન માં રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિ ના દિવસે સવારે ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી  થયા હતા.

તેમણે મંદિર પરિસર ની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજી ના દર્શન અર્ચન કર્યા હતા.

ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠન ના અગ્રણીઓ આ અભિયાન માં જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *