પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો એલ.સી.બી.ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન A.S.I. યુસુફખાન પઠાણ તથા P.C.વિશ્વજીતસિંહ ઝાલાને સંયુકત રીતે બાતમી મળેલ કે,મહિસાગર જિલ્લાના સંતરામપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૭૨૩૦૮૫૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી તથા ભોગ બનનાર આરવ ફલેટ,મેઘાણી સર્કલ,ભાવનગર ખાતે રહે છે.જે માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી તથા ભોગ બનનાર હાજર મળી આવતાં તેઓને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.જે અંગે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ-
રાજેશભાઇ બાબુભાઇ તાવિયાડ ઉ.વ.૨૩ ધંધો-કડિયાકામ રહે.ખોડદરા તા.સંતરામપુર જી.મહિસાગર હાલ-આરવ ફલેટ,મેઘાણી સર્કલ,ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાંગુ તથા પોલીસ કર્મચારી યુસુફખાન પઠાણ,વિશ્વરાજસિંહ ઝાલા,પાર્થભાઇ ધોળકિયા,મીનાજભાઇ ગોરી,જાગૃતિબેન કુંચાલા