વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચી રહી છે.ત્યારે તળાજા તાલુકાના માંડવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા લોકોએ ઉત્સાહ સાથે રથનો આવકાર કર્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રી બીશ્વસ્વરૂપ દાસ,જોઈન્ટ એડવાઈસર, દિલ્હી સહિત પ્રાંત અધિકારી વિકાસ રાતડાએ સ્થળની ખાસ મુલાકાત લીધી હતી.
ગ્રામજનોએ સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ વિશે વિકાસ રથના માધ્યમથી જાણકારી મેળવી હતી.વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌ ગ્રામજનો સંકલ્પમાં સહભાગી થયા હતા.કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અનુસુચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક દ્વારા તેમના પ્રાસંગિક ઉદ્બોધન થકી ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજના વિશે તથા યોજના અંતર્ગત મળતા ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. સાથોસાથ ગ્રામજનોને સરકારની યોજનાનો લાભ લેવા પ્રોત્સાહન આપ્યું હતું જે દ્વારા કોઈ પણ પાત્રતા ધરાવતા લોકો લાભ વગર ન રહી જાય.
આ કાર્યક્રમમાં નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ શ્રી કે.એફ. મકવાણા, મામલતદાર શ્રી નિલેશ પટેલ,તાલુકા વિકાસ અધિકારી ડી.ટી.લાડુમોર,સરપાંચશ્રી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ગામનાં વડીલો અને મોટી સંખ્યામાં ઞ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.