bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૦૪ તથા બિયર ટીન-૨૨૬ કિ.રૂ.૧,૭૩,૮૦૦/-સહિત કુલ રૂ.૨,૩૩,૮૦૦/-ના મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષકડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ. શ્રી આર.એ.વાઢેર,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૩૦/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો મહુવા ગ્રામ્‍ય વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ.તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને સંયુકત રીતે બાતમીરાહે હકીકત મળેલ કે,કુંડળ ઢસીયા વિસ્તારમાં ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા તેના સસરાની વાડીએ જારના પાકમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.જે મળેલ માહિતી આધારે રેઇડ કરતા નીચે મુજબનાં આરોપી હાજર મળી આવેલ નહિ.આ જગ્યાએથી નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ/ બિયર કંપની સીલપેક બોટલો/ટીન મળી આવેલ.તેના વિરૂધ્ધ મહુવા ગ્રામ્‍ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઃ- ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા રહે.વાઘનગર,કુંડળ ઢસીયા વિસ્તાર તા.મહુવા

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોયલ સ્ટેગ સુપરીયલ વ્હીસ્કી ૭પ૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૧,૦૮૦૦૦/-
2. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭પ૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩,૬૦૦/-
3. મેકડોવેલ્સ નંબર ૧ ડીલક્ષ વ્હીસ્કી ૭પ૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૩૯,૬૦૦/-
4. થન્ડરબોલ્ટ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર ૫૦૦ ML કંપની સીલપેક બીયર ટીન નંગ-૨૨૬ કિ.રૂ.૨૨,૬૦૦/-
5. સુઝુકી કંપનીનું સીલ્વર કલરનું એકસેસ મો.સા. રજી.નંબર-GJ-04-EF 8082 કિ.રૂ.૩૦,૦૦૦/-
6. સુઝુકી કંપનીનું સીલ્વર કલરનું એકસેસ મો.સા.નંબર પ્લેટ વગરનું કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૩૩,૮૦૦/-નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,ભદ્દેશભાઇ પંડયા,મહેન્દ્દસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદની આગાહી તેમજ કાળુભાર ડેમ અને રંઘોળા ડેમનાં નીચાણવાળા ગામોની મુલાકાતે તંત્રના અધિકારીઓ

ભાવનગર જિલ્લામાં અતીભારે વરસાદની આગાહી હોય તેમજ ઉમરાળા તાલુકાનો કાળુભાર ડેમ ૧૦૦…

1 of 385

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *