કોઇ દિવસ વિચાર્યું પણ નહોતું કે પોતાનું પાક્કું મકાન બનશે,પણ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ દ્વારા સહાયથી આ સપનું સાકાર થયું છે-લાભાર્થી શીલાબેન ત્રિવેદી
ભાવનગરનાં ઘોઘા તાલુકામાં આવેલ ઉખરલા ગામનાં શીલાબેન રાજેશકુમાર ત્રિવેદી જણાવે છે કે,પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ થકી તેઓને પાક્કું ઘર બનાવવાનું સપનું સાકાર થયું છે.તેઓનું કાચુ મકાન પડી જતાં છેલ્લા પાંચ વર્ષથી ગારાથી બનાવેલ મકાનમાં રહેતા હતાં અને તેઓને ખુબ તકલીફ પડતી હતી.તેમના મકાનમાં ચોમાસામાં પાણી પડતું હોવાથી અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.આવી ખરાબ પરિસ્થિતિંમાંથી બહાર નીકળવા આ સહાય તેમને આશિર્વાદરૂપ સાબિત થઇ છે.
તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ અંતર્ગત નવું મકાન બાંધવા માટે રૂ.૧.૨૦ લાખની સહાય મળી છે,જેમાં તેમણે રૂમ,રસોડું અને શૌચાલય,બાથરૂમવાળું સુવિધાયુક્ત પાક્કું મકાન તૈયાર કર્યું છે.ચોમાસામાં નળિયામાંથી પાણી પડવાની ચિંતા દુર થતા રાહત મળી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ યોજનાનો હેતું હાઉસિંગ ફોર ઓલનાં સંકલ્પને સાકાર કરવા માટે તમામ ગ્રામીણ ઘરવિહોણા કે કાચા મકાનોમાં રહેતા લોકોને પાક્કું મકાન તૈયાર કરવા સહાય પુરી પાડવાનો છે.આ યોજના અંતર્ગત ત્રણ હપ્તામાં મકાન બાંધવાની કામગીરીની પ્રગતિ ચકાસીને કુલ ૧.૨ લાખની સહાય ડી.બી.ટી. દ્વારા સીધી બેંક ખાતામાં જ આપવામાં આવે છે. આમ, આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને વંચિતોને તમામને આવાસ પુરૂ પાડવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી રહી છે.