bhavnagarBreaking NewsCrimeGujarat

સુરત શહેર ખાતેથી દોઢેક મહિના પહેલાં ચોરી કરેલ C.N.G.રીક્ષા સાથે રીક્ષા ચોરને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૦૭/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,ભાવનગર,રેલ્વે સ્ટેશન પાસે રોડ ઉપર આવેલ ખોડિયાર માતાજીના મંદીર પાસે એક માણસ બજાજ કંપનીની રીયલ રીક્ષા રજી.નંબર-GJ-05-AZ 9883 લઇને ઉભેલ છે.જે માણસ રીક્ષા કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં મળેલ બાતમીના વર્ણનવાળી રીક્ષા સાથે નીચે મુજબના માણસ હાજર મળી આવેલ.જે રીક્ષાના રજી.કાગળો,બિલ કે આધાર માંગતા નહી હોવાનું જણાવેલ.જે રીક્ષા તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય રીક્ષા કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી શંકાસ્પદ મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ.આ રીક્ષા અંગે તેની પુછપરછ કરતાં તેણે આજથી દોઢેક મહિના પહેલા સમયે સુરત,રેલ્વે સ્ટેશન નજીકથી રીયલ રીક્ષાનું શોકેટ તોડી ડાયરેકટ કરી રીક્ષાની ચોરી કરી પોતે વાપરતો હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમઃ-
આશીફ ઉર્ફે રાજુ ઇકબાલભાઇ કુરેશી ઉ.વ.૩૮ ધંધો-રી.ડ્રા. રહે.શેરી નંબર-૦૬, હારૂનભાઇની દુકાન પાસે,મોતીતળાવ,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
કાળા કલરની જુના જેવી બજાજ કંપનીની રીયલ રીક્ષા રજી.નંબર-GJ-05-AZ 9883 ચેસીઝ નંબર-23580 એન્જીન નંબર-24MBTL40897વાળી CNG રીક્ષા કિ.રૂ.૨૫,૦૦૦/- નો મુદ્દામાલ
ગુન્હાહિત ઇતિહાસઃ-
1. ભાવનગર શહેર, ગંગાજળીયા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૯૮૧/૨૦૨૩ જી.પી.એકટ કલમઃ-૧૨૨ સી મુજબ
2. ભાવનગર શહેર, ગંગાજળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૫૮૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
3. અમદાવાદ શહેર,વાસણા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૫૬૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
4. બોટાદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
5. અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીના ગુન્હામાં પકડાય ગયેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફનાં યુસુફખાન પઠાણ,પાર્થભાઇ ધોળકિયા,વિશ્વજીતસિંહ ઝાલા,મીનાજભાઇ ગોરી વગેરે જોડાયેલ હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *