રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર,સાયન્સ ને લગતી જુદી જુદી ૫ થીમ બેઈઝ ગેલેરીઓ, ઉપરાંત ગેલેરી વાઈઝ ભિન્ન ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ દ્વારા લોકો માં વિજ્ઞાન પ્રત્યે રૂચી વધારી રહ્યું છે અને વૈજ્ઞાનિક દિવસો ની ઉજવણી,આઉટરીચ કાર્યક્રમો ના આયોજનથી આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે.
વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, તથા લોકો માં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આરએસસી ભાવનગર સતત પ્રયત્નશીલ રહે છે.
આ પ્રવૃતિઓ ના ભાગ રૂપે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ના માર્ગદર્શન હેઠળ ૨૨ થી ૨૮ ફેબ્રુઆરી સુધી ઇન્ડીજીનસ ટેકનોલોજી ફોર વિકસિત ભારત ની થીમ અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે સાયન્સ કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત દેશના વિજ્ઞાન જગત માટે 28 ફેબ્રુઆરી ઘણોજ અગત્યનો દિવસ છે.સર સી.વિ.રામન ની યાદમાં તેમજ તેમને નોબેલ પ્રાઈઝ જીતાડનાર રામન ઈફેક્ટની શોધના માનમાં આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.
આ સળંગ એક અઠવાડિયા સુધી ચાલેલા સાયન્સ કાર્નિવલ માં હેન્ડસ—ઓન એક્ટીવીટી,પેઇન્ટિંગ કોમ્પિટિશન,ક્વિઝ,ઓરીગામી ક્રાફ્ટ,માઇન્ડ-ઓન એક્સપોઝર જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.તથા તજજ્ઞો જેવા કે,ડો.ચિન્મય શાહ,હેડ, ફિઝિયોલોજી ડીપાર્ટમેન્ટ-ગવર્મેન્ટ મેડીકલ કોલેજ ભાવનગર,ડો.નિસર્ગ ભટ્ટ,હેડ,ફિઝિક્સ ડીપાર્ટમેન્ટ,ભાવનગર યુનિવર્સિટી,ડો.ગોરધન દિહોરા,ગવર્મેન્ટ ટીચર,ભાવનગર,ડો.આઈ.આર.ગઢવી,હેડ,મરીન સાયન્સ ડીપાર્ટમેન્ટ,ભાવનગર યુનિવર્સિટી, ડો.બિપિન વ્યાસ,સિનિયર સાયન્ટિસ્ટ,CSMCRI ભાવનગર,દ્વારા સેશન લેવામાં આવ્યા હતા.જેમાં વિજ્ઞાન વિષય ને લગતી ચર્ચા કરવામાં આવી હતી.સમગ્ર સાયન્સ કાર્નિવલ માં ભાવનગર જિલ્લાના 8 તાલુકા તેમજ અમરેલી જિલ્લાના 2 તાલુકામાંથી 31 શાળા ના 3000 જેટલા વિદ્યાર્થીઓ તથા ભાવનગર તેમજ અમરેલીની કોલેજ ના 500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
૨૮ ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી માં પ્રોફેસર ડો.જી.પી.વડોદરીયા,પ્રિન્સિપલ,શાંતિલાલ શાહ એન્જીનિયરિંગ કોલેજ ભાવનગર, મુખ્ય અતિથિ તરીકે પધારેલ હતા.તેમણે રોલ ઓફ એન્જીનિયર્સ ઇન ક્રિએટિંગ ઇન્ડીજીનસ ટેકનોલોજી ફોર વિકસિત ભારત વિષય પર ખૂબ સરસ લેકચર લઈ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું.
આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.