આણંદ પાસે આવેલા હાડગુડ ગામને આણંદ મહાનગપાલિકામા ના સમાવવા માટે આજ રોજ આણંદ જીલ્લા કલેકટરને અને હાડગુડ પંચાયતને આવેદન પત્ર આપવામાં આવ્યું.
પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રાજયના નાણાંમંત્રીએ રજુ કરેલ બજેટમાં તા. ૨-૨-૨૦૨૪ ના રોજ આણંદ નગરપાલીકાને આણંદ મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવેલી.
જેમાં આણંદ નગરપાલીકામાં સમાવિષ્ટ ગામોમાં ચીખોદરા, જીટોડીયા, મોગર, કરમસદ, વિદ્યાનગર, વઘાસી અને અમારું ગામ હાડગુડનો સમાવેશ કરેલ છે. આ બાબતે કોઈપણ જાતનુ નોટીફીકેશન કે પરીપત્ર બહાર પાડવામાં આવેલ નથી.આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે અને ભારત દેશ ગામડાઓનો બનેલો છે.
જો મહાનગરપાલીકા લાગુ થાય તો ગામડાઓની આગવી ઓળખ ભૂંસાય જાય તેમ છે. હાલ અમારા ગામ હાડગુડની અંદાજીત વસ્તી વીસેક હજારની આજુબાજુ છે. તેમાંથી ૮૦% વસ્તી ખેતી તથા પશુપાલન પર નિર્ભર કરે છે.
અમારા ગામની ઐતિહાસિક ઓળખ હતી જેમ કે એશીયાની સૌથી મોટી ડેરી અમુલ ની જનેતા તરીકે અમારું ગામ ઓળખ ધરાવે છે. અમારા ગામની મુલાકાતે પણ અમુલ ડેરી તરફથી જે તે વખતે બ્રિટીશ ગર્વમેન્ટના પ્રિન્સ ઓફ ચાર્લ્સ પણ પધારેલ હતા.
અમારા ગામની ભૌગોલિક રચના એવી છે કે અમારા ગામની આજુબાજુ એગ્રીકલ્ચર યુનિવર્સીટી, ઈરમા, એન.ડી.ડી.બી. તથા ડીસ્ટ્રીકટ કોર્ટ જીટોડીયા ઘેરાયેલુ ગામ છે.
ઉપર મુજબના અમારી રજુઆત હોઈ અમારું ગામ હાલની જાહેરાત મુજબ આણંદ મહાનગરપાલિકામાં જોડાવા માંગતું નથી અને આ બાબતે અમારા સમગ્ર ગ્રામજનોનો સખ્ત વિરોધ છે.
જો અમોને આણંદ મહાનગરપાલીકામાં સરકાર ધ્વારા જોડાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો અમારે તમામ ગ્રામજનોએ નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાનો વારો આવશે. માટે અમારા ગામ હાડગુડને આણંદ મહાનગરપાલિકા નહીં જોડવા બાબતે આ આવેદનપત્ર આપી વિનંતી કરીએ છીએ કે અમારી આ રજુઆત ગુજરાત સરકાર સુધી તમારા ધ્વારા પહોંચાડવામાં આવે. તેવી સમગ્ર ગામજનોની માંગ છે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ