પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર,એલ.સી.બી.ના પોલીસ સ્ટાફને અગાઉ બાતમી મળેલ કે,મુકેશભાઈ નવિનભાઈ શાહ/ભાયાણી રહે.ફલેટ નં.૫૦૧,સુર્યરાજ એસ્ટેટ પ્રા.લી.,કાળુભા રોડ,ભાવનગરવાળા તેનાં કબ્જા-ભોગવટાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં આર્થિક લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતોપુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.જે બાતમી અંગે તા.૧૪/૦૩/૨૦૨૪નાં રોજ ખાતરી કરાવતાં ઉપરોકત જગ્યાએ જુગાર ચાલુ હોવાનું જણાય આવેલ.જેથી આ રહેણાંક મકાને રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. મુકેશભાઈ નવિનભાઈ શાહ/ભાયાણી ઉ.વ.૬૫ રહે.ફલેટ નં.૫૦૧,સુર્યરાજ એસ્ટેટ પ્રા.લી.,કાળુભા રોડ,ભાવનગર
2. દિનેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ ઉ.વ.૪૦ રહે.કાળુભા રોડ,રસોઈ હોટલવાળા ખાંચામાં,ભુરાભાઈ ભરવાડના મકાનમાં ભાડે થી,ભાવનગર
3. ઈકબાલભાઈ તાહેરઅલી ઝુબેરી ઉ.વ.૬૧ રહે.કાછીયાવાડ,જૈનબ મસ્જીદની પાસે,દિવાનપરા રોડ,ભાવનગર
4. સંજયભાઈ ઘેલાભાઈ વેગડ ઉ.વ.૩૭ રહે.ઘોઘારોડ રાજારામના અવેડાવાળા ખાંચામાં,મફતનગર,ભાવનગર
5. ધર્મેશભાઈ નરેશભાઈ માંડલીયા ઉ.વ.૩૨ રહે. કાળાનાળા,રસોઈ હોટલની બાજુના ખાંચામાં,સોનીની ચાલી,ભાવનગર
6. હિતેશભાઈ રમેશભાઈ કારીયા ઉ.વ.૫૨ રહે.રૂમ નં.૧૫૦૪,ભરતનગર બે માળીયા,કાચના મંદિર પાછળ ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૪૧,૨૬૦/-,ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-, મોબાઇલ ફોન-૦૩ કિ.રૂ.૧૫,૫૦૦/-,લાઇટ બિલ-૧ કિ.રૂ.૦૦/-,ચાદર કિ.રૂ.૦૦/-મળી કુલ રૂ.૫૬,૭૬૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફના યુસુફખાન પઠાણ,મીનાજભાઇ ગોરી,પાર્થભાઇ ધોળકિયા