ભાવનગર તાલુકા અને ઘોઘા તાલુકા ના ખાતેદાર ખેડૂતો, મજૂરો, અને યાર્ડ ના વેપારીઓ નો દર વર્ષે અકસ્માત વીમો યાર્ડ પોતાના ખર્ચે પ્રીમિયમ ભરીને વીમો ઉતારતા હોય છે. જે વીમો ભરવાનું યાર્ડ ના નવા ચેરમેન અને જવાબદાર અધિકારીઓ ભૂલી ગયા
1,47,600 ખેડૂતો નો ગયા વર્ષે ભાવનગર માર્કેટિંગયાર્ડ પોતાના ખર્ચે અકસ્માત વીમો લીધેલ હતો જે આ વર્ષે 15 તારીખે પૂરો થતો હોય નવો વીમો લેવાનો હતો જે ભુલાઈ ગયો
16 તારીખે ચૂંટણી જાહેર થઈ જતા આચારસંહિતા લાગી ગઈ હોવાથી હવે ચૂંટણી પુરી થાય ત્યાં સુધી વીમો ઉતરી ના શકે, જો યાર્ડ ના નવા ચેરમેને ધાર્યું હોત તો 15 તારીખ અગાઉ આયોજન કરીને વીમો લઈ લીધો હોત
આવનારા 3 મહિના સુધી આ 1,47,600 ખેડૂતો માંથી કોઈનો અકસ્માત થાય તો વળતર ની જવાબદારી કોની
ગઈ 7 તારીખે ભાજપ ની બહુમતી સાથે ચૂંટાઈ ને આવેલી બોડી દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિયુક્તિ કરાઈ હતી
ચેરમેન ખેડૂતો ના વિકાસ ની વાત કરતા હતા ચૂંટાયા ત્યારે, જયારે આ ઘટનાથી સાબિત થાય છે કે યાર્ડ નું નવું મેનેજમેન્ટ કેટલું બેદરકાર છે.