જેમ વેપારીઓ માટે મિનિમમ રીટેલ પ્રાઇસ હોય છે તેમ ખેડૂતોને પણ તેની ખેત પેદાસોના પોષણ ભાવ મળવા જોઈએ.હાલ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.ખાતર,વીજળી, બિયારણ,મજૂરી, દવાનો ખર્ચ ખૂબ વધ્યા છે, તેના ભાવો પણ વધ્યા છે.ત્યારે ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે ખેત પેદાશો ના ભાવ નો કાયદો બનવો જોઈએ.
ભારતના કૃષિ વિજ્ઞાનીકોએ પણ ખેડૂતોને પૂરતો ભાવ મળે તે માટે રિપોર્ટમાં ભલામણ કરી છે.સરકાર જ નહીં પણ વેપારીઓ પણ ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે ખેત પેદાશો ની ખરીદી કરે એવો કાયદો બનવો જોઈએ.
ભારતની આર્થિક સ્થિતિ સુધારા માટે ખેડૂતોને આ સ્થિતિ સુધારવી ખૂબ જરૂરી છે. અગાઉના વડાપ્રધાનો એ જય જવાન જય કિસાન સૂત્ર આપેલું હતું. ખેડૂતોની આવક ડબલ થઇ શકે જો ખેડૂતો સમૃદ્ધ બનશે તો ગામડાઓ સમૃદ્ધ બનશે, ગામડાઓ સમૃદ્ધ બનશે તો લોકોનું શહેરોમાં સ્થળાંતર અટકશે અને શહેરોનું ભારણ ઘટશે. ખેતી એ સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે ત્યારે રોજગારીની સમસ્યા પણ ઘટશે અને લોકો ખેતી તરફ વળશે.
ખેડૂતોની ખેતપેદાશોની પૂરતા ભાવ મળે તો રોજગારી સાથે ખેડૂતો પણ સમૃદ્ધ બનશે. મકાઈનું પેકિંગ કરી તેને વેચવામાં આવે તો તેનો ભાવ વેપારી નક્કી કરે છે અને તેનો ઉચ્ચા ભાવ માં બજાર માં વેચે છે.જે ખેડૂત પાસેથી ખરીદી કરેલ મકાઈથી કંઈ ઘણો વધારે હોય છે,ત્યારે મકાઈ પકાવનાર ખેડૂતોને માત્ર થોડા જ પૈસા મળે છે તેના કારણે ખેડૂતો પાયમલ થઈ રહ્યા છે ત્યારે ખેત પેદાશોનો પોષણભાવો નક્કી થવા જોઈએ. (રસિક ચાવડા)