bhavnagar

નર્મદા કેનાલમાં ૩૧ માર્ચનાં પાણી બંધ કરવાની જાહેરાતનાં પગલે ખેડૂતો લાલઘૂમ

૧૫ એપ્રિલ સુધી કેનાલમાં પાણી આપો – ખેડૂતોઓટોમોબાઈલ કંપનીઓમાં બારેમાસ પાણી અપાય છે, તો જગતતાતને ૧૫ દિવસ વધુ કેમ નહીં. ઉનાળું ઘસચારાને માત્ર બે પિયતની જરૂર હોઈ પાણી આપવા ખેડૂતોની માંગ સરદાર સરોવરમાં ઉનાળું સીઝન સિંચાઈ અર્થે પાણી અપાય એટલો જથ્થો છતાં જગતતાત સાથે અન્યાય કેમ….??

બહુચરાજી, ચાણસ્મા સહિત પંથક મોટાભાગે પશુપાલન અને ખેતીવાડી પર નભતો હોઈ નર્મદા કેનાલનાં પાણીથી સિંચાઈ થાય છે. જયારે નર્મદા વિભાગનાં ૩૧ માર્ચે પાણી બંધ કરવાની જાહેરાતનાં પગલે ખેડૂતો જગતમાં નારાજગી પ્રસરી છે. વિસ્તારમાં પશુપાલન વધુ હોઈ ઘાસચારાનું વાવેતર વધુ થયું છે.

જેને હવે ૨ પિયતની જરૂરિયાત છે, જો નર્મદા વિભાગ દ્વારા ૧૫ દિવસ પાણી વધુ આપવામાં આવે તો કૃષિક્ષેત્રે ખેડૂતોને ઘણો ફાયદો થાય તેમ છે. આગામી ચાલુ વર્ષે જગતતાતને વાવાઝોડા સહીત કમોસમી માવઠાનાં કારણે ઘણું નુકશાન વેઠવું પડ્યું હતું.જયારે હાલમાં પાણી બંધ થાય તો ઉનાળું ઘસચારાનું વાવેતરમાં ઉભું સુકાઈ જવાની નોબત આવશે,જેથી જગતતાતને ઉભા વરહનું નુકશાન વેઠવું પડશે,

ઈન્દ્રપ ગામના ખેડૂત રાજુભાઈ રબારીએ જણાવ્યું હતું કે કે ઉનાળું ઘસચારાને માત્ર બે જ પિયતની જરૂર છે.નર્મદા કેનાલમાં ૧૫ દિવસ વધુ પાણી અપાય તો ઉનાળું ભર પશુઓનાં ઘાસચારાની પંથકમાં શાંતિ થઇ જાય, જયારે કેનાલમાં પાણીનાં ભરોશે જ વાવેતર કર્યું છે.

બીજી કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી, જેથી સરકારને  ૧૫ દિવસ વધુ પાણી આપે ઘણી રાહત થાય તેમ છે. ખેડૂતને ચૂંટણી સમયે કઈ અપેક્ષા રાખતો નથી પણ સરકાર ખેડૂ સામે જોઈ રાહત થાય તેવો ન્યાય કરે એવી માંગ કરું છું…

આ અંગે ચાણસ્મા નર્મદા વિભાગ કચેરીનાં જણાવ્યા અનુસાર હાલમાં સરકારની સૂચના મુજબ નર્મદા કેનાલનો પાણી પુરવઠો ૩૧ માર્ચે બંધ કરવામાં આવનાર છે. વધુ મુદત માટે પાણી ચાલુ રાખવા ખેડૂતો તરફથી કોઈ લેખિત રજુઆત મળેલ નથી.જો રજુઆત આવશે તો આ અંગે વડી કચેરીને રજુઆત કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 48

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *