જામનગર સંજીવ રાજપૂત, જામનગર જિલ્લામાં મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમા સહભાગી બ unને તે માટે જિલ્લા ચુંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા SVEEP એક્ટિવિટી અંર્તગત વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, સિગ્નેચર કેમ્પેઈ, રેલી, એકપાત્રિય અભિનય, રંગોળી સ્પર્ધા વગેરે જેવી પ્રવૃતિઓના માધ્યમથી જામનગર જિલ્લાના વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અંગેનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આવી જ પ્રવૃતી અંતર્ગત જામનગરની શાળાઓમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવા અંગેના શપથ લેવામાં આવ્યા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને અચુક મતદાન કરાવશે તે અંગેના શપથ લીધા હતા અને મજબુત લોકશાહીના પાયામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપ્યું હતું.