પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા તથા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ./જુગારની બાતમી મેળવવા માટે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર-અમદાવાદ હાઇ-વે.,દસ નાળા પાસે,સુરભી ગૌશાળા સામે જાહેર રોડ ઉપર અગાઉ ઈંગ્લીશ દારૂમાં પકડાયેલ માણસો થેલાઓમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને ઉભા છે.જે મળેલ માહિતી આધારે રેઇડ કરતા નીચે મુજબના આરોપીઓ નીચે મુજબના અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ.તેઓ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
1. નૈમીશ ઉર્ફે રોકી મંગળભાઇ કારીયા ઉ.વ.૩૮ ધંધો-વેપાર રહે.લક્ષ્મીનગર રૂદ્ર રેસ્ટોરન્ટની બાજુમાં, સીદસર રોડ, ભાવનગર
2. વિરેન્દ્ર સમાયાન યાદવ ઉ.વ.૩૬ રહે.૯૦ ફુટ રોડ, ચંદ્રમાન શેખરની ચાલી, નાલા સોપારા ઇસ્ટ, મુંબઇ
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ૧ લીટરની બોટલ નંગ-૪૦ કિ.રૂ.૨૫,૨૦૦/-
2. ઇંગ્લીશ દારૂ ભરેલ થેલા નંગ-૦૨ કિ.રૂ.૨૦૦/-મળી કુલ કિં.રૂ.૨૫,૨૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ ઇન્સ.વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,લગ્ધીરસિંહ ગોહિલ,જગદેવસિંહ ઝાલા,જયદિપસિંહ રઘુભા,હસમુખભાઇ પરમાર જોડાયેલ હતા.