bhavnagarBreaking NewsCrimeGujarat

ખુન તથા હથિયારના ગુન્હાઓમાં પકડાયેલ અને રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ આગમી દિવસોમાં યોજાનાર લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

તા.૦૧/૦૪/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ.બાબાભાઇ હરકટ તથા એજાજખાન પઠાણને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે,રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હત્યાની કોશીષના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી આદિલ હનીફભાઇ સોઢા રહે.સંજયનગર,શેરી નં.૨,ઉસ્માનીયા મસ્જીદ પાસે,જામનગર રોડ,બજરંગવાડી,રાજકોટવાળો મહુવા ફાતીમા સોસાયટી,ડાયમંડ ફલેટના પાર્કીંગમાં કાળા કલરનું ટીશર્ટ તથા ખાખી કલરનું પેન્ટ પહેરી ઉભેલ છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતાં રાજકોટ શહેર,બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નીચે જણાવ્યા મુજબના ગુનામાં નાસતો-ફરતો હોવાનું જણાય આવેલ.જેથી આગળની વધુ તપાસ માટે મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી રાજકોટ શહેર બી.ડીવીઝન પો.સ્ટે જાણ કરવા તજવીજ કરેલ.

પકડવાના બાકી આરોપીઃ-ફીરોજ ઉર્ફે આદિલ હનીફભાઇ સોઢા/જુણેજા ઉ.વ.૩૭ ધંધો-ડ્રાયવીંગ,રહે.શેરી નં.૨,ઉસ્માનીયા મસ્જીદ પાસે,સંજયનગર,બજરંગવાડી,જામનગર રોડ,રાજકોટ હાલ-ફલેટ નં.૧૪,ડાયમંડ ફલેટ,ફાતીમા સોસાયટી,મહુવા,જી.ભાવનગર

નાસતાં-ફરતાં ગુન્હાની વિગત :-
રાજકોટ શહેર, બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૧૨૩૦૮૯૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ- ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩ વિગેરે

આરોપીનો ગુનાહીત ઈતિહાસ :-
1. રાજકોટ શહેર, બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.-૦૧૭૧/૨૦૦૮ પ્રોહી કલમ-૬૬(AB),૬૫એ(ઈ),૧૧૬(બી) મુજબ
2. રાજકોટ શહેર, ગાંધીગ્રામ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૯૬/૨૦૦૮ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ
3. રાજકોટ શહેર, પ્રધ્યુમનનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૧/૧૩ ઇ.પી.કો.કલમઃ-૪૬૭,૪૬૮ વિગેરે મુજબ
4. રાજકોટ શહેર, પ્રધ્યુમનનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૨/૧૩ ઇ.પી.કો.કલમઃ-૪૬૭,૪૬૮ વિગેરે મુજબ
5. રાજકોટ શહેર, પ્રધ્યુમનનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૩/૧૩ ઇ.પી.કો.કલમઃ-૪૬૭,૪૬૮ વિગેરે મુજબ
6. રાજકોટ શહેર, ગાંધીગ્રામ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૯/૨૦૧૧ ઇ.પી.કો.કલમઃ-૩૦૨,૫૦૪,૧૮૮ વિગેરે મુજબ
7. રાજકોટ શહેર, ગાંધીગ્રામ પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૧૯/૨૦૧૪ ઇ.પી.કો.કલમઃ-૩૦૨,૩૦૭,૩૩૬,૨૦૧,૧૮૨ વિગેરે મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી,વી.વીધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં બાબાભાઇ હરકટ,કેવલભાઇ સાંગા,એજાજખાન પઠાણ જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 105

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *