સમગ્ર ગુજરાતમાં હાલ પરષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે ગુજરાતના ગામડાઓમાં જો રૂપાલાની રાજકોટ લોકસભાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને પ્રવેશ આપવામાં નહીં આવે એવા પોસ્ટરો લાગી ગયા છે
ત્યારે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં ઉદભવેલો રોષ આજે ચોટીલામાં પણ દેખાયો ચોટીલા ગિરાસદાર સમાજની વાડીએ ખુબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ ભેગા થઇ બાઈક રેલી યોજી હતી જેમાં રાજપૂત કરણી સેના ચોટીલા અને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ મામલતદાર કચેરીએ ઘસી ગયા હતા
જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાની ટિકિટ રદ થાય અને તેને સજા થાય તેવા સુત્રોચાર સાથે ઉગ્રતાપૂર્વક માંગ કરવામાં આવી વધુમાં ભાજપ પક્ષ બીજા કોઈને પણ ટિકિટ આપે અમને ભાજપ અને કોઈ પણ સમાજ સામે વાંધો નથી.
ફક્ત પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવુ એક સૂરે માંગ કરવામાં આવી સાથે ચોટીલા વિશ્વ ગૌ સવર્ધન પરિસદના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત તેમની ચોટીલા ગૌરક્ષક ટીમ પણ ઉપસ્થિત રહી ટેકો જાહેર કર્યો હતો
અહેવાલ લધુભાઈ ધાધલ ચોટીલા