સન ૧૭૯૯ માં ભગવાન સ્વામિનારાયણે ગોહિલવાડની ભુમી ભાવનગર શહેરને પાવન કરેલ તે પવિત્ર ભૂમિ ઉપર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વૈશાખ વદ સાતમ ૧૯.૫.૨૦૦૬ ના રોજ રાજસ્થાનના કલા મંડિત ગુલાબી પત્થરો માંથી નિર્મિત ભવ્ય શિખર બધ્ધ મંદિરની વૈદિક હિન્દુ પરંપરા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી
અક્ષરવાડી મંદિરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ ભગવાન, શ્રી સીતા રામ હનુમાનજી, શ્રી શિવ પાર્વતી ગણપતિજી, શ્રી નીલકંઠવર્ણી મહારાજ તથા ગુણાતીત પરંપરાના દિવ્ય સ્વરૂપો બિરાજે છે.
ગોહિલવાડનું નજરાણું એવા આ મંદિરમાંથી સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્યની ત્રિવેણી વહી રહી છે. આ મંદિર સામાજિક અને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર છે. આ મંદિરના ૧૮ માં પાટોત્સવે વૈશાખ વદ સાતમ તા. ૩૦.૫.૨૪ ગુરુવારે વૈદિક વિધિ પૂર્વક પૂજ્ય સંતો દ્વારા તમામ મૂર્તિઓની પંચામૃત વગેરે પૂજન દ્રવ્યો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં શાંતિ થાય ,
સૌ તને,મને ,ધને , સત્સંગે સુખી થાય એ શુભ ભાવના સાથે સંતો તથા હરિભક્તો વૈદિક મહાપુજામાં જોડાયા હતા. ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો તેમજ પાટોત્સવ આરતી ઉતારવામાં હતી. આ પાટોત્સવ પ્રસંગમાં વરિષ્ઠ સંત પૂ. સોમ પ્રકાશ સ્વામી, કોઠારી સંત પુ. યોગવિજય સ્વામી, મહુવા મંદિરના કોઠારી સંત પૂ. વિનમ્રમુનિ સ્વામી, પૂ. યોગમુનિ સ્વામી, પૂ.ત્યાગરાજ સ્વામી ,પૂ. સંતો તથા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.