bhavnagarBreaking NewsDevotional

ભગવાન જગન્નાથની યોજાનાર રથયાત્રાની તૈયારીઓને લઇને ભાવનગરમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

સ્વ.શ્રી ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે,છેલ્લા ૩૮ વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રા ભાવનગરમાં યોજાય છે અને આ વર્ષે ૩૯ મી રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે.

આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરશ્રીએ રથયાત્રાના રૂટમાં આવતાં ઝાડવાઓના કટીંગ, સતત લાઇટનો પુરવઠો જળવાય,રસ્તાની સફાઇ થઇ જાય,રસ્તામાં અડચણરૂણ વાયરો દૂર કરવામાં આવે,પાણીની સગવડ સચવાય વગેરે રથયાત્રા સંલગ્ન કામગીરી વિશે તંત્રનું માર્ગદર્શન કર્યું હતું.

રથયાત્રા સમિતિના શ્રી હરૂભાઇ ગોંડલીયાએ રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નિર્વિધ્ને ચાલે તે માટેના વિવિધ સૂચનો કર્યાં હતાં.રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર ભાવેણાવાસીઓ માટે ફરશે તે માર્ગ પર જરૂરી સુવિધાઓ અને સગવડોની માહિતી તેમણે આપી હતી તથા તંત્ર પાસેથી જરૂરી મંજૂરી તથા સહકારની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય,જિલ્લા પોલીસ વડાશ્રી ડો.હર્ષદ પટેલ,પ્રોબેશનરી આઇ.એ.એસ.અધિકારી શ્રી આયુષી જૈન,નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,પ્રાંત અધિકારી શ્રી એચ.એમ.ઝણકાટ રથયાત્રા સમિતિના સભ્યો,જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

1 of 412

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *