Breaking NewsCrime

બનાસકાંઠામાં BSNL ટાવરની બેટરીઓની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી એલસીબી અને એસઓજી

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં BSNL ટાવરની બેટરીઓની તેમજ પ્લેટો ની ચોરી કરતી ટોળકીના પાંચ આરોપીઓની એલ.સી.બી. તેમજ એસ.ઓ.જીની પોલીસ સ્ટાફ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે લાખણી સર્કિટ હાઉસ હાઈવે પાસે ઈક્કો ગાંડી નં.G.J.1.DX.2025 તેમજ ટેમ્પો ગાંડી નં G.J.8.AU.3054 આવતાં ગાડી રોકાવી તલાશી લેતાં અંદરથી બેટરીઓ,કાર્ડ મળી આવ્યા હતા.આ અંગે ટેમ્પો ગાડી ચાલક શકીલ અહેમદ મોલાના સુબહાની શેખને પૂછપરછ કરાતાં અશોકભાઈ મોહનભાઈ વજીર રહે લાખણી તેઓએ ભરાવેલ વધુ પૂછપરછ અશોકભાઈ ને કરતા આ બેટરીઓ કાતરવા તેમજ જાલોઠા BSNL ટાવર પરથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું બેટરીઓ તેમજ નાની- મોટી પ્લેટો ગાંડી કુલ મળી કિંમત રૂપિયા 6.44.100 મુદ્દામાલ કબ્જે લઈ પાંચ શખ્સો ની અટકાયત કરી હતી આ શખ્સો દ્વારા લાખણી તાલુકાના કાતરવા ગામે તેમજ દિયોદરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

પકડાયેલા આરોપીઓ: 1. અશોકભાઈ મોહનભાઈ વજીર (રહે.લાખણી ). 2. જયેશભાઈ પુખરાજભાઈ દરજી (રહે.લાખણી). 3. રમેશભાઈ કરસનભાઈ (રહે. લાખણી). 4. સકીલ અહેમદ મોલાનાસુબહાની શેખ (રહે.પાલનપુર). 5. અરમાન મહંમદભાઇ શેખ (રહે.પાલનપુર)

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *