પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી, વાહન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર સીટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,મનોજ ઉર્ફે કાનો નરોત્તમભાઇ ધાંધલ્યા રહે.નવા બે માળીયા,ભરતનગર,ભાવનગરવાળા વાદળી કલરનો ટીપકીવાળો શર્ટ તથા ભુરા કલરનું પેન્ટ પહેરીને કાળા કલરનું હિરો કંપનીનું આગળ-પાછળ રજી.નંબર-GJ-04-DR 1714વાળું સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને ભાવનગર,ટોપ થ્રી સર્કલથી મંત્રેશ તરફ જવાના રીંગ રોડ,બ્રહ્મ પાર્કની સામે,નાળા ઉપર ઉભો છે.જે મોટર સાયકલ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ.જે મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય. જેથી આ મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ માણસની પુછપરછ કરતાં તેણે તા.૦૭/૦૭/૨૦૨૪ના રોજ રથયાત્રાના દિવસે બપોરના સાડા બાર પોણા એકાદ વાગ્યાની આસપાસ તેના પાદરી (ગો) તા.તળાજા ગામે વાડી વિસ્તારમાંથી ચોરી કરેલ. હોવાનું જણાવેલ.’’ જે અંગે આગળની વધુ તપાસ થવા માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. જે અંગેની જાણ તળાજા પોલીસ સ્ટેશન કરવા માટે તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ માણસઃ-મનોજ ઉર્ફે કાનો નરોત્તમભાઇ ધાંધલ્યા ઉ.વ.૧૯ ધંધો-અભ્યાસ રહે.રૂમ નંબર-૧૨૨૧,બ્લોક નંબર-૧૫/એ,નવા બે માળીયા,ભરતનગર, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-કાળા કલરનું હિરો કંપનીનું આગળ-પાછળ રજી.નંબર-GJ-04-DR 1714 ચેસીઝ નંબર-MBLHAW 125M5G32569 એન્જીન નંબર-HA11E0M 5G81479વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/-
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-તળાજા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૫૩૨૪૦૩૭૪ B.N.S.ની કલમઃ-૩૦૩ (૨) મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા,વિઠ્ઠલભાઇ બારૈયા,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી,રાજુભાઇ બરબસીયા