bhavnagarBreaking NewsCrimeGujarat

ચોરી થયેલ સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી,વાહન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર સીટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,આશીફ સીકંદરભાઇ સિપાઇ રહે.પેડકમાં,ભાવનગરવાળા કાળા કલરનું ટીશર્ટ તથા પેન્ટ પહેરીને સફેદ કલરનું નંબર પ્લેટ વગરનું એકસસ સ્કુટર લઇને ભાવનગર,વળીયા કોલેજ પાસે આવેલ હનુમાનજીના મંદિરવાળા ખાંચામાં ઉભો છે.જે સ્કુટર કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ સ્કુટર સાથે હાજર મળી આવેલ. જે સ્કુટર અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય. જેથી આ સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ માણસની પુછપરછ કરતાં તા.૦૭/૦૭/૨૦૨૪ના રોજ રથયાત્રાના દિવસે સાંજે સાડા પાંચેક વાગ્યાની આસપાસ દેવુબાગમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.’’ જે અંગે આગળની વધુ તપાસ થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસઃ-આશીફ સીકંદરભાઇ પઠાણ ઉ.વ.૨૨ ધંધો-સેન્ટીંગનો રહે.પેડકમાં,I.T.I. પોલીટેકનીક કોલેજ પાછળ, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-સફેદ કલરનું સુઝુકી કંપનીનું આગળ-પાછળ રજી.નંબર પ્લેટ વગરનું આગળના ભાગે khwJaji ચેસીઝ નંબર-MB8DP12PAR8630478 એન્જીન નંબર-AF213492106વાળું સ્કુટર કિ.રૂ.૩૫,૦૦૦/-

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-નિલમબાગ પો.સ્ટે. E-FIR રજી. નંબર-20240708483478

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ,લગ્ધીરસિંહ ગોહિલ,જગદેવસિંહ ઝાલા,જયદિપસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 378

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *