પાલીતાણા તળપદા કોળી જ્ઞાતિની ધર્મશાળા ખાતે પાલીતાણા તળપદા કોળી સમાજની વાર્ષિક જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા આખા વર્ષ દરમિયાન સ્વર્ગવાસ પામેલ તમામ જ્ઞાતિજનોના આત્માઓના મોક્ષાર્થે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો આગેવાનો, કમિટીના આગેવાનો, કમિટીના સભ્યો, તેમજ તળપદા કોળી સમાજના યુવાન મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
જેમાં મંદિર વાળી શેરી ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરે આવનારા આખો પવિત્ર શ્રાવણ માસને લઈને જન્માષ્ટમી તેમજ પારણા નોમની તૈયારીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જન્માષ્ટમીને લઈને જ્ઞાતિ સમૂહ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા વર્ષ દરમિયાન આવનારા પવિત્ર દિવસો નિમિત્તે શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે સામૈયા ઉછામણી કરવામા આવી હતી જેમાં જ્ઞાતિજનોએ સામૈયા ઉછામણી મા ઉત્સાહભેર ભાગ લીધો હતો
જેમાં શ્રાવણ માસ દરમિયાન આવનારી પારણા નોમના દિવસે દર વર્ષે જ્ઞાતિજનો દ્વારા સમૂહ પારણા નું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આ વર્ષે એક જ પરિવાર દ્વારા જ્ઞાતિજનોને સમૂહ પારણા કરાવવામાં આવશે જેમાં સ્વ.કાનજીભાઈ પોપટભાઈ પરમાર ના પરમાર્થે, દેવજીભાઈ કાનજીભાઈ પરમારના પરિવાર તરફથી નોમના પારણા નો લાભ લેવામાં આવ્યો છે અને આ નિમિત્તે ખર્ચ પેટે 1,લાખ 25 હજાર રૂપિયા જનરલ મિટિંગમાં જ્ઞાતિજનોને આપેલ તેમજ 11000 રૂપિયા સમૂહ પારણા નિમિત્તે જ્ઞાતિજનોને ડોનેશન આપેલ જે બદલ જ્ઞાતિજનોના આગેવાનો દ્વારા પારણા નોમના લાભાર્થી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
ભાદરવા માસ દરમિયાન આવનારી જળ જીલણી અગિયારસ નિમિત્તે શ્રી રાધાકૃષ્ણ મંદિરના ઠાકર મહારાજને જળ જીલવા નિમિત્તે જ્ઞાતિ સમૂહ ઉજ્જૈન, ઓમકારેશ્વર, પાવાગઢ, ડાકોર જેવી સુંદર યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને આ જનરલ મિટિંગમાં જ્ઞાતિજનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને તમામ આયોજનોમાં ખૂબ જ સરસ સાથ અને સહકાર આપ્યો હતો જે બદલ જ્ઞાતિના દ્વારા સર્વ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા