બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારમાં અનેક હોટલો અને ગેસ્ટહાઉસો આવેલી છે. તંત્ર દ્વારા અનેક બાબતો ને લઈ અવારનવાર તેમની પર કાર્યવાહી કરાતી હોય છે. જ્યારે ચોક્કસથી કહી શકાય ફાયર એનઓસીને લઇ ચાર હોટલો ને સીલ કરવામાં આવી છે
ખાસ કરીને વાત કરવામાં આવે કે રાજકોટમાં અગ્નિ કાર્ડ બાદ તંત્ર ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવ્યું હતું અને ઠેર ઠેર કાર્યવાહી કરી અને અંબાજી વિસ્તારમાં પણ કાર્યવાહી કરી હતી જ્યારે ફરી એકવાર તંત્ર એલર્ટ બન્યું છે અને અંબાજી વિસ્તારમાં આવેલી વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસો ની ફાયર એનઓસીને લઈને તપાસણી કરાઇ હતી
જેમાં ખામી જણાતા હોટલો ને સીલ મારવાની તંત્ર કામગીરી હાથ ધરી રહ્યું છે જેમાં અંબાજી વિસ્તારની આજે ચાર હોટલો સીલ કરાઈ છે અને જે હોટલો સીલ કરવાની બાકી છે તે કામગીરી ચાલુ રહેશે અને જેમની પાસે પણ ફાયરની એનઓસી નહીં હોય તે હોટલો અને ગેસ્ટ હાઉસો સીલ કરવાની કાર્યવાહી તંત્ર કરશે.
ચોક્કસથી કહી શકાય ગાંધીનગર RFO અને પાલનપુર વિભાગે સાથે મળી આ કાર્યવાહી કરી હતી.
અંબાજી ની હોટલ ને ત્રણ ત્રણ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં અંબાજી હોટલ માલિક પોતાના પેટમાંથી પાણી ન હલ્યુ ત્યારે બાદ ગાંધીનગર ને પાલનપુર વિભાગ ની ફાયર સેફ્ટી ને NOC ના મળતા હોટલ ને સીલ મારી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
અંબાજી કઈ કઈ હોટલોમાં સીલ મારવામાં આવ્યો વનરાજી રિસોર્ટ,રાજપુતસમાજ, હોટલ ક્રિષ્ણા પેલેસ,માધવ ઇન જેવી હોટલ ને સીલ મારવામાં આવ્યો હતા.
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી