bhavnagarBreaking NewsEducationGujarat

નેસવડ સરકારી માધ્યમિક શાળાના ૬૨ જેટલાં વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી ‘વિશ્વ સિંહ દિવસ’ની અનોખી રીતે કરી ઉજવણી

સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તથા સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી દર વર્ષે ૧૦ મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી  કરવામાં આવે છે.

રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોને લીધે ગીર અભ્યારણ્યમાં સિંહોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બરડા, ભાવનગર, અમરેલી અને ઉનામાં પણ સાવજોએ પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે ત્યારે આજે ઘોઘા તાલુકાના નેસવડ ગામમાં આવેલ શ્રી સરકારી માધ્યમિક શાળા ખાતે ‘વિશ્વ સિંહ દિવસની’ ઉજવણી કરવામાં આવી હતી.

‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીમાં નેસવડ સરકારી માધ્યમિક શાળા વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી સિંહ બનીને અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી હતી. જેમાં શાળાના ૬૨ જેટલાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયાં હતાં. આ ઉજવણી માટે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી માર્ગદર્શિત કર્યાં હતાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ “બાળરક્ષક પ્રતિષ્ઠાન” દ્વારા ઇન્દોર સ્થિત અહિલ્યા…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 403

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *