સદીઓથી પરંપરાગત રીતે હંમેશા સ્ત્રીઓ પુરુષો પર સુરક્ષાને માટે આધાર રાખતી આવી છે રક્ષાબંધન પર રાખડી બાંધવાની રીત પણ તે જ છે. પરંતુ, રક્ષાની આ જવાબદારી માત્ર પુરુષોની જ શા માટે ? મહિલાઓ પણ મજબૂત છે, તેઓ પણ એકબીજાને સુરક્ષા આપી શકે છે.. સપોર્ટ કરી શકે છે. સિસ્ટરહુડના આ બંધનને મજબૂત બનાવવા માટે, અમે આ તહેવારને અલગ રીતે ઉજવવા જઈ રહ્યા છીએ – એકબીજાને રાખડી બાંધીને.
આ પહેલ માત્ર એક પ્રતીકાત્મક જ નથી; નવી પરંપરાને સ્વીકારવાની દિશામાં એક પગલું પણ છે, જે મહિલાઓને સશક્ત બનાવવા પર ભાર મૂકે છે. એકબીજાને સપોર્ટ કરીને સ્ત્રીઓ આ માન્યતા મજબૂત કરશે કે એકસાથે, અમે મજબૂત છીએ અને એકબીજાને સુરક્ષિત કરી અને આગળ વધારી શકીએ છીએ.
Uwin, એક એવી સંસ્થા છે જે મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે, અને સમાજમાં પોઝિટીવ પરિવર્તનનો આગ્રહ રાખે છે. Uwin એટલે એકતા, શક્તિ અને મહિલાઓ વચ્ચેના સપોર્ટનો સિમ્બોલ.
આ અનોખા સિસ્ટરહુડ સેલિબ્રેશનમાં અમારી સાથે જોડાવા માટે અમે તમને આમંત્રિત કરીએ છીએ. 12, 13 અને 14 ઓગસ્ટના રોજ બપોરે 2 થી 5 વાગ્યા સુધી AMA, અમદાવાદ.. આવો, નવી પરંપરા બનાવીએ અને મહિલાઓની શક્તિ અને એકતાની ઉજવણી કરીએ. Uwin એ મહિલાઓના સપોર્ટ વિશે છે, અને આ કાર્યક્રમ એ જ ભાવના માટે છે. જોડાઓ અને આ વુમન સપોર્ટ વુમન મુહિમનો એક ભાગ બનો!
અહેવાલ દર્શીતા ચૌહાણ સાથે પલ્લવી પટેલ અમદાવાદ