શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શકિતપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી ગુજરાતનુ સૌથી મોટુ શકિતપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી ખાતે વાહન વ્યવહાર નો અંતીમ ડેપો આવેલો છે.આજે અંબાજી એસટી ડેપો ખાતે રક્ષા બંધન પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
આજ રોજતા.18/8/2024 રવિવાર ના દિવસે અંબાજી એસટી ડેપો ખાતે અંબાજી ઓમ શાંતિ ભવનના બહેનો ઉપસ્થિત રહી અંબાજી ડેપોના ડ્રાઈવર / કન્ડક્ટર અને મિકેનીક મિત્રોને શાંતિ, એકાગ્રતા અને કર્મ માટેની નિષ્ઠા બાબતે સુંદર સંદેશ આપીને સૌને રક્ષાબંધન નિમિત્તે રક્ષાનો દોરો બાંધી સૌકર્મચારીની સુખાકારી માટે પ્રાર્થના કરી સુંદર સંદેશ પાઠવી અને અંબાજી ડેપો ખાતે રક્ષાબંધનનો સુંદર કાર્યક્રમ યોજાયો.આ તબક્કે અંબાજી એસ.ટી ડેપોના તમામ યુનિયન ના પ્રતિનિધિઓ અને અંબાજી એસ.ટી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા આવનાર ઓમશાંતિ ના પ્રતિનિધિઓનો આભાર વ્યકત કરેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી