લોક સાહિત્યકાર માયાભાઈ દ્વારા શ્રાવણ માસ દરમિયાન હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે અને આખો શ્રાવણ માસ દરમિયાન મૌન વ્રત પાળે છે અનેક ભૂદૈવો દ્વારા દરરોજ સુંદર શ્રલોક સાથે હવન યજ્ઞ ચાલી રયો છે જેમા આજે પ્રવિણભાઇ તોગડીયા સહિત વિહપ ના અગ્રણીઓ સંતો ઉપસ્થિત રહેલ
અને સાથે શ્રલોક ની રમઝટ બોલાવી હતી હવન યજ્ઞ મા પુજા અર્ચન કરી માયાભાઈ અને પરિવાર ને આશીર્વાદ આપેલ દાઠા ,તળાજા સહિત પોલીસ સ્ટેશન ના સ્ટાફ મહીલા પોલીસ હોમગાર્ડ જવાનો સહિત દ્વારા બોરડા ગામે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો
તેમજ અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ લોક સાહિત્યકાર માયાભાઈ એ પ્રવિણભાઇ તોગડીયા સહિત ને સન્માનિત કર્યા હતા તોગડીયા એ જણાવેલ કે બોરડા ગામે અવાર નવાર આવવા નુ થાય છે પરતુ ધાર્મિક કાર્યક્રમ માં લોક સાહિત્યકાર માયા ભાઈ દ્વારા ભાગવત સપ્તાહ બોરડા ગામે મા આવવાનુ થયુ હતુ આજે તેમના અનુષટાન હવન યજ્ઞ ધાર્મિક કાર્યક્રમ મા આવવાનુ થયુ ખુબ આનંદ વ્યક્ત કરુ છુ બોરડા સહિત આસપાસ ગામડાઓ ના ભક્તો દર્શનાર્થીઓ ઉપસ્થિત રહેલ
રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા – તળાજા