bhavnagar

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

કળસાર, તા. 15 જુલાઈ, 2026

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ત્રિવેણી તીર્થ પ્રાથમિક શાળા, ત્રિવેણી તીર્થ ઉત્તર બૂનિયાદી વિદ્યાલય તથા ત્રિવેણી તીર્થ સાયન્સ સ્કૂલ ખાતે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાનાર શાળાકીય રમતો અને કલા મહાકુંભ માટેની તૈયારીઓનો વિધિવત્ શુભ પ્રારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે વિવિધ રમતગમત સ્પર્ધાઓ તથા સંગીત, નૃત્ય, ચિત્રકલા, વક્તૃત્વ, નિબંધ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય અને અન્ય કલા સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓનું નોંધણી કાર્ય શરૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ મળી રહે તે માટે રમતગમત શિક્ષકો અને વિવિધ કલાના નિષ્ણાત શિક્ષકો દ્વારા નિયમિત માર્ગદર્શન આપવામાં આવશે.

ટ્રસ્ટના સંચાલકો, આચાર્યો તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે રમતગમત અને કલા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના મજબૂત આધારસ્તંભ છે. સંસ્થાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ શિક્ષણ સાથે રમતગમત, કલા, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસને સમાન મહત્વ આપતી સંસ્થા તરીકે સતત કાર્યરત છે. આ વર્ષે પણ સંસ્થાના વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરીને ટ્રસ્ટ, કળસાર ગામ અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

સદગુરુ બજરંગદાસબાપાનો ગુરૂઆશ્રમ ભાવ - શ્રદ્ધા સાથે ભક્તોના માનવ મહેરામણથી છલકાયો…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *