મુખ્ય મહેમાન અભયસિંહ ચુડાસમા અધિક પોલીસ મહાનિર્દેશક ડીજીપી ગાંધીનગર અને વિશેષ અતિથિ ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓનું ઈનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને સમાજની બાળાઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરી.
હરેશભાઈ ચૌહાણ દ્વારા સ્વાગત પ્રવચન રજૂ કરવામાં આવ્યું. ધોરણ 1 થી 7 ના બાળકોને પ્રોત્સાહક ઈનામ તથા ધોરણ 8 થી 12ના પ્રથમ દ્વિતીય તથા તૃતીય નંબર ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
અંદાજિત 700 વિદ્યાર્થીઓ ને સ્કૂલબેગ અને નોટબુક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ વિદ્યાર્થી ઈનામ વિતરણ કાર્યક્રમમાં વલભીપુર તાલુકાના 26 જેટલા ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. અભ્યાસ સિવાય રમત અને સંગીત ક્ષેત્રે વિશેષ પ્રતિભા દાખવેલ બાળકોનું પણ સન્માન કરવામાં
આવેલ.આ સમારોહમાં ભાવનગર કારડીયા રાજપૂત વિકાસ મંડળના પ્રમુખ નારણભાઇ મોરીએ સમાજના ભવન વિશે વાત કરેલ.સુરેન્દ્રનગર જીઆરસીએ ના વિક્રમસિંહ પરમાર એ વક્તવ્ય આપેલું તથા વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભરતીઓમાં ભાગ લે એવું કહેલ ધારાસભ્યશ્રી કિરીટસિંહ ડાભી એ પોતાના વક્તવ્યમાં શિક્ષણ ઉપર ભાર મુકેલો તથા વધુ યુવાનો નોકરી મેળવે તેવા પ્રયત્નો કરવા જણાવેલ.
અભયસિંહ ચુડાસમા સાહેબે પોતાના વક્તવ્યમાં દરેક જિલ્લામાં તથા તાલુકામાં પણ જીઆરસી એ બને તેના પર ભાર મુકેલ સમાજમાં કોઈપણ જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષણ માટે હું કાયમ માટે તત્પર છું તેઓ સંદેશો આપેલ. આ એના વિતરણમાં મુખ્ય દાતા તરીકે જયરાજસિંહ પ્રેમજીભાઈ સોલંકી હતા તથા આ કાર્યક્રમ મુન્નાભાઈ ચાવડાના ફક્કડનાથ ઇન્ડસ્ટ્રીઝમાં યોજવામાં આવેલ.
આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, સમાજના આગેવાનો, યુવાનો ભાઈઓ બહેનો તથા માતાઓ હાજર રહેલ. કાર્યક્રમના અંતે તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તસ્વીર ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર