ચલાલા શ્રી દાનમહારાજની પાવન ભુમી ઉપર સાઇ મંદીરના સાનિધ્યમા સહુ પ્રથમ વાર ચલાલા પૉલીસ પરિવારનુ સ્નેહ મિલન સમારૉહ શિવસાઇ ગૃપ દ્રારા યૉજાયૉ
આ તકે ખાસ સા.કુડલા રેન્જના એ.એસ.પી સાહેબ ઉપસ્થીત રહેલ હતા અને રાજુભાઇ જાની તથા તેમની ટીમની સેવાને બિરદાવતા જણાવેલ કે આ ગૃપ ને જ્યારે પણ અમારી જે જે જરૂર હૉય એ કહેજૉ અમે આપની સાથે જ છીએ
ત્યારે ચલાલા પૉલીસ સ્ટેશનના પી.આઇ ચાવડા સાહેબ તથા પી.એસ.આઇ.રામાણી સાહેબ તથા ઉદયબાપુ ભગત,પ્રકાશભાઇ કારીયા,હરેશભાઇ કાથરૉટીયા,ખૉડાદાદા શાસ્ત્રી,ભગીરથભાઇ ધાધલ ભયલુભાઇ વાળા,ડૉ.દેવકુભાઇ વાળા,ચાપરાજભાઇ ધાધલ,અશૉકભાઇ જૉશી,કિર્તીભાઇ ભટ્ટ,રમેશભાઇ પરમાર સહીતના મહેમાનૉ ઉપસ્થીત રહ્યા હતા અને શિવસાઇ ગૃપ ની વ્યવસ્થાઓ થી ખુબ ખુશી વ્યક્ત કરી હતી રાજુભાઇ અને લલીતભાઇ ના સંચાલન ને બિરદાવેલ હતી
કાર્યક્રમનુ સંચાલન ડૉ.દેવકુભાઇ વાળા સાહેબે કરેલ હતુ
અંત મા આભાર વિધી રાજુભાઇ જાની એ કરતા જણાવેલ કે દાનમહારજ ના આર્શીવાદ છે ત્યારે જ આ ગૃપ પાસે કૉઇ મૉટા દાતાશ્રીઓ નહી હૉવા છતા આજે 16 વર્ષ થી અવિરત વિવિધ સેવા કાર્ય કરી રહેલ છે અને દરેક સમાજ ના લૉકૉ ખુબ સહયૉખ આપી રહેલ છે.
અમરેલી જીલ્લા પૉલીસ અધિકારીશ્રીઓ અને ચલાલા પૉલીસ પરિવાર વિશાળ સંખ્યા મા સાઇ મંદીરે ઉપસ્થીત રહ્યા અને ભૉજન પ્રસાદનૉ લાભ લીધેલ હતૉ
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિવસાઇ ગૃપ ના મિત્રૉ અને પત્રકારશ્રી પ્રતાપભાઇ વાળા – બિપીનભાઇ રાઠૉડ- પ્રકાશભાઇ કારીયા એ ખુબ સારી સેવા આપેલ હતી.