પાલિતાણા શહેર અને આજુબાજુ ના વિસ્તારમાં માલધારી સમાજ અને પશુ પાલન કરતાં પરિવારો ની સંખ્યા અંદાજે હજારોની છે
પશુપાલન કરી પોતાના પરિવાર નું ભરણપોષણ કરે છે
માલધારી સમાજ પાસે હજારોની સંખ્યામાં ગાયો,ભેથો.ઘેટાં અને બકરા વેગેટે ધરાવે છે
પાલિતાણા સિંટી માં સરકાર મારફત ફાળવેલ ગૌચર ની જમીન અંદાજે 4016 વીધા છે
જેની 7/12/8-અ ની નકલ આ સાથે સામેલ પણ છે
હાલ પાલિંતાણા વિસ્તારમાં ઉપરુક્ત પૈકી ના ગૌચરની જમીન માત્ર 25 ટકા જેટલી ખુલ્લી છે
બાકીની તમામ ગૌયરની જમીન ભૂમાફીયા તેમજ કોરેસ્ટ વિભાગના કબજામાં છે
જેથી માલધારી સમાજને માલઢોર ચરવાની ખૂબ તકલીક પડે છે
ગૌચરની જમીનના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત માલધારી સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા