બે માસ પહેલા રસ્તે મળેલ ચેઇન સોની પાસે ચકાસણી કરાવતા સોના ની નીકળી.
૭ ગ્રામ વજન ની અને આશરે રૂ.૫૬ હાજર ની કિંમત ની ચેઇન દંડવત પ્રણામ કરી માતાજી ને અર્પણ કરશે.
કળિયુગ માં પણ સતયુગ જેવી ઈમાનદારી દર્શાવતા અંબાજી ના દંપતી.
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ એક સતયુગ ના માનવી જેવો કિસ્સો જાહેર થયો છે.જેમાં સોના જેવી કિંમતી ધાતુ ના એક ટુકડા માટે પણ લોકો લડાઈ – ઝગડા અને હત્યા જેવા કામ કરતા હોય છે.ત્યારે અહી ના એક દંપતિ દ્વારા રસ્તે મળેલ ચેઇન ને રિપેર કરાવી ને માતાજી ના શ્રી ચરણો મા અર્પણ કરવાનો નિર્ણય લેતા આશ્ચર્ય સાથે ઈમાનદારી નો કિસ્સા રૂપ દાખલો જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર ના વિસાવડી ગામ ના વતની અને અંબાજી ના ગબ્બર રોડ પર પે એન્ડ યુઝ ટોઇલેટ બુથ ચલાવતા શંકરલાલ નામના વ્યક્તિ જેઓ પોતે ધાર્મિક પ્રવૃતિ ના અને અંબાજી માં દરેક ધાર્મિક- સામાજિક પ્રવૃત્તિઓ માં આગળ રહી ભાગ લેતા વ્યક્તિ છે અને લોક કલ્યાણ સેવા ટ્રસ્ટ માં કોઓર્ડીનેટર તરીકે ફરજ બજાવે છે ,
તેમના પત્ની ને બે માસ પહેલા શક માર્કેટ થી ઘરે પરત જતા વખતે રસ્તા પર એક સોનેરી ચેઇન નજરે ચડી હતી જેને લઇ તેમણે પોતાની પાસે સાચવી રાખી હતી જે સામાન્ય રીતે કોઈ નકલી ( બગસરા ) ની બનાવટી ધાતુ ની હસે તેમ માની ને પોતાની પાસે રાખી હતી અને રોજીંદા જીવન ના કામકાજ માં પોરવાઈ ગયા હતા.
પરંતુ એક દિવસ તેમને અચાનક યાદ આવતા ચેઇન અસલી છે કે નકલી તેની ખરાઇ કરવાનું સૂઝતા તેઓ સોની પાસે ગયા હતા જ્યાં મળેલ ચેઇન ને ચેક કરાવતા તે ચેઇન અસલી સોનાની અને વજને ૭ ગ્રામ ની નીકળી હતી જેની અંદાજિત કિંમત રૂ ૫૬,૦૦૦/- થવા જાય છે . તેમણે તે હુક વગર ની ચેઇન માં હુક નંખાવી ને પરત લઈ ગયા હતા .
તેમને મળેલ ચેઇન રાખવા અંગે મન માં ખચકાટ અનુભવતા આ ચેઇન કોઈક યાત્રિક ની અથવા તો કોઈક વ્યક્તિ ના ગળા માંથી ચોરાઈ હોય તેવી શંકા થતા ચેઇન ને અંબાજી મંદિર માં માટે ના ચરણો મા અર્પણ કરવાનો નિણર્ય કર્યો હતો. જેથી આજ રોજ બપોરે ૦૩:૩૦ વાગ્યે શક્તિદ્વાર ખાતે થી મંદિર સુધી દંડવત પ્રણામ કરતા કરતા મંદિર સુધી પહોંચી માતાજી ને અર્પણ કરી હતી.
આજ ના કળિયુગ માં જ્યાં લોકો જમીન – દર દાગીના માટે એક બીજા ના જીવ લેતા ખચકાતા નથી ત્યાં આવા લોકો પણ છે જેઓ રસ્તે મળેલ કિંમતી ધાતુ ની વસ્તુ ને પોતાના ખર્ચે રિપેર કરાવી ને વેચી અથવા પોતાની પાસે નહિ રાખી ને માતાજી ના શ્રી ચરણો મા અર્પણ કરી રહ્યા છે .ખરેખર આજ ના યુગ માં આવા માણસો ભાગ્યેજ જોવા મળે છે જેનો કિસ્સો અંબાજી નું આ દંપતિ બન્યું છે.
રિપોર્ટર.અમિત પટેલ અંબાજી