Crime

પાલીતાણામાં આવેલ H.D.F.C. બેંકના C.D.M./A.T.M.માં ચોરીનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

પાલીતાણાના ડુંગરપુર ગામના, ઇશાક શમા નામના ચોર ઇસમને ઝડપી પાડ્યો

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ H.D.F.C. બેંકના C.D.M./A.T.M.માં ચોરી કરવાના ઇરાદે ઘુસી સીકયોરીટી ગાર્ડને ગંભીર ઇજા પહોંચાડનાર આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

ગઇ તા.૦૩/૧૧/૨૦૨૪ના રોજ મોડી રાત્રી દરમ્યાન ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ H.D.F.C. બેંકના C.D.M./A.T.M.માં એક અજાણ્યો ચોર ઇસમ ધાબળો ઓઢીને કેમેરા તોડી હથિયાર વડે સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

જેમાં સિક્યુરિટી ગાર્ડ વિનોદભાઇ કુરજીભાઇ રાજકોટીયા ને કપાળના ભાગે તથા ગળાના ભાગે ગંભીર ઇજા પહોચાડી C.D.M./ A.T.M. તોડી તેમાથી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં બનાવ શોધી કાઢવામા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે

જેમાં ચોરીના બનાવમાં , પાલીતાણા તાલુકાના ડુંગરપુ ગામના ઇશાક શમા સંડોવાયેલ હોવાની માહિતી મળી હતી નેજા આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ આરોપીની ખાનગી રીતે તપાસ કરતાં આરોપીને પાલીતાણા ખાતેથી ઝડપી લીધો હતો અને પ્રાથમિક પુછપરછ દરમિયાન પોતે ઉપરોકત ગુન્હો કરેલ હોવાની કબુલાત કરી હતી જેના કારણે આરોપીને આગળની વધુ કાર્યવાહી ધરવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો

રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *