bhavnagar

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-

 દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરીશું તો પરમાત્માના આશીર્વાદ પણ મળતા રહેશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી

આજે જમીન અને માનવ સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે

વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના મંગલ પ્રારંભે ભાવનગર જિલ્લાના શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. આ સરકાર દરેક જીવ માત્રને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ છે ત્યારે પશુ દવાખાનામાં પશુઓ માટેની દરેક સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે, આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર, આંગણા અને વિસ્તારને સ્વચ્છ, સુંદર રાખીએ. તેમણે કહ્યું કે, વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને વૈશ્વિક લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ ગુજરાતમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરી રહી છે. કોબડી ગૌશાળામાં બિમાર અને ઘરડી ગાયોનું અહીં નિદાન કરવામાં આવે છે ત્યારે સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ કામધેનુ ગૌમાતાની પૂજા અર્ચના કરીને વયોવૃદ્ધ બળદો, અપંગ ગૌમાતા, અંધ ગૌ માતા, બિમાર ગૌ માતા, મા વિનાના વાછરડા તથા ઓપરેશન થિયેટર અને એમ્બ્યુલન્સના સ્ટોલની મુલાકાત લીધી હતી.

ગૌ ગોષ્ઠી સમારોહનું પ. પૂ. મહંતશ્રી જયદેવશરણજી મહારાજ તેમજ ઉદ્યોગપતિઓ સમાજના શ્રેષ્ઠિઓ ગૌ સેવકો સહિત રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવેણાની પાવનધરા પર સૌ પ્રથમ વખત ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વાગત પ્રવચન ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી એ કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી  શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને કલેકટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડે. મેયર શ્રી મોનાબેન પારેખ, આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી આર. સી. મકવાણા, શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી દિવ્યેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉદ્યોગપતિઓ સહિત ગૌપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નરેશભાઈ ડાંખરા ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાબરા પંથકના તાવેદર ગામના જાલાભાઈ અને તેના પત્ની બન્ને બસમાં મોબાઈલ ભુલી ગયા અને પછી માનવતાને શોભાવતો કિસ્સો

ગારિયાધાર ડેપોથી રાજકોટ રૂટના બસ ડ્રાઈવર અને કંડકટરની પ્રમાણિકતા ને સલામ...બન્ને…

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

1 of 45

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *