જામનગર, સંજીવ રાજપૂત: મહીલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા મહીલા અને બાળ વિભાગના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ પુજા પરમાર દ્વારા વિવિધલક્ષી મહીલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર ૭ના કોર્પોરેટરના સંકલન અને સહયોગ વડે ખોડીયાર કોલોની વિસ્તારમાં ગાયત્રી મંદિર ખાતે મહિલાઓ સાથે ઘરેલુ હિંસાના કાયદા અંતર્ગત DIR(Domestic Incident Report) નોંધાવવા અંગે જાગૃતતા બાબતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં Domestic Incident Report અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, તેમજ પીડિત બહેનો કેવા સંજોગોમાં DIR ફાઈલ કરી શકે અને કોની મદદ મેળવી શકે તે વિષે માહિતી, પીડિત મહીલા ક્યાં ક્યાં ફરિયાદ કરી શકે, ફરિયાદ કર્યા બાદ તેની કાર્યવાહી કઈ રીતે થાય છે તે સંબંધિત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં કોર્પોરેટર પ્રભાબેન, જામનગર જિલ્લા અને ગ્રામ્યના કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ , ગુંજન શાળાનાં આચાર્ય કિરણબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.