સુરત, સંજીવ રાજપૂત: સુરત શહેરના કતારગામ સ્થિત સેકટર – ૧ ખાતે “મહિલા સુરક્ષા એજ પ્રાથમિકતા, પોલીસ તમારી સાથે – તમારા માટે”ના ઉદેશ્ય સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અદ્યતન અને સુવિધા સુસજ્જ “મહિલા પોલીસ સ્ટેશન” નું લોકાર્પણ કર્યું.
આ પોલીસ ભવનથી પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનવાની સાથે શહેરની દીકરી-બહેનોને વધુ ઝડપી પોલીસ સેવા સુલભ થશે.
આ પોલીસ સ્ટેશન મહિલાઓ માટે સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય સહારો બનશે; જે મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ન્યાય માટે નવો માઇલસ્ટોન સાબિત થશે.
રંજાડનારા તત્વોને નશ્યત કરવા તેમજ મહિલાઓના અધિકાર અને સુરક્ષા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.