Latest

સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજય ગૃહ અને શિક્ષણ મંત્રી

સુરત, સંજીવ રાજપૂત: સુરત શહેરના કતારગામ સ્થિત સેકટર – ૧ ખાતે “મહિલા સુરક્ષા એજ પ્રાથમિકતા, પોલીસ તમારી સાથે – તમારા માટે”ના ઉદેશ્ય સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અદ્યતન અને સુવિધા સુસજ્જ “મહિલા પોલીસ સ્ટેશન” નું લોકાર્પણ કર્યું.

આ પોલીસ ભવનથી પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનવાની સાથે શહેરની દીકરી-બહેનોને વધુ ઝડપી પોલીસ સેવા સુલભ થશે.

આ પોલીસ સ્ટેશન મહિલાઓ માટે સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય સહારો બનશે; જે મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ન્યાય માટે નવો માઇલસ્ટોન સાબિત થશે.

રંજાડનારા તત્‍વોને નશ્‍યત કરવા તેમજ મહિલાઓના અધિકાર અને સુરક્ષા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *