bhavnagar

જીવદયા માટે જાગૃતિ : પક્ષીઓની જિંદગી પંતગની દોરીથી કપાય ન જાય તે જોજો

પક્ષીઓની જિંદગી બચવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પોસ્ટર આ અભિયાન

(ભાવનગર તા.8/1/2025)
ઉત્તરાયણ નજીક આવી રહી છે. 14 જાન્યુઆરી અને તેના નજીકના દિવસોમાં આકાશ પતંગોથી ભરાય જશે. પતંગ ચડાવવો એ આપણો શોખ હોય શકે, પરંતુ અબોલ જીવને બચાવવા તે આપણી માનવીય ફરજ છે. ત્યારે આપણે 5 કે10 મિનિટની મજા માટે નિર્દોષ પક્ષીઓની જિંદગી છીંનવી ન લઈએ તે જોવું રહ્યું.

દરેક પક્ષીને પોતાના બચ્ચા અને પરિવાર હોય છે. સવારમાં વહેલા અને સાંજે પક્ષીઓ ખોરાકની શોધમાં ઉડતા હોય છે. માટે વહેલા સવારે અને સાંજે પતંગ ન ચડાવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
જીવદયા માટે લોકો માં જાગૃતિ આવે તે હેતુથી સોશિયલ મીડિયા મારફત પ્રેરણા ફાઉન્ડેશન પ્રચારની ઝૂંબેશ કરી રહ્યું છે.

જીવદયાથી શ્રેષ્ઠ કોઈ સેવા ન હોય શકે, કોઈ માણસ બિમાર પડે તો તેના માટે તેના સગા સંબધી, મિત્રો સૌ કોઈ ખર્ચ કરે, હોસ્પિટલ લઈ જાય, ઈલાજ કરાવે, પરંતુ આ અબોલ જીવ પશુ પક્ષીઓની વેદના કોણ સાંભળશે !? તેની સારવાર માટે કરાવે ? આ વાત ને લઈ પ્રેરણા ફાઉન્ડેશન આગળ આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં…

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *