તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના 32 જેટલા માર્ગો પરનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા 779 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જેમાંથી 4 પુલ પોરબંદર લોકસભા વિસ્તારના છે.
જેમાં
-રાજકોટ જિલ્લાના પોરબંદર લોકસભાના મોટી પાનોલી માંડાસણ રોડ અંદાજિત ૨૦૦ લાખ રૂપિયાના ખર્ચે
-રાજકોટ જિલ્લાના પોરબંદર લોકસભાના સમઢીયાળા તલંગાણા લાઠ ભીમોરા રોડ ૧૧૬૫ લાખ રૂપિયાના ખર્ચે
-રાજકોટ જિલ્લાના પોરબંદર લોકસભાના સુપેડી નાનીવાવડી ખાખી જાળીયા કોલકી રોડ અંદાજિત ૨૦૦ લાખ રૂપિયાના ખર્ચે
-પોરબંદર જિલ્લાના પોરબંદર લોકસભાના રામવાવ-સીમર-રોજીવાડા રોડ ૧૧૬૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થશે.
આ અવસરે પોરબંદર લોકસભા વિસ્તારના ધારાસભ્યોની સક્રિયતા ને પણ શ્રી માંડવીયાએ બિરદાવી હતી.
ધારાસભ્યો લોકોના પ્રશ્નોને વાચા આપીને મુખ્યમંત્રી સુધી પહોંચાડે છે અને સજાગ રીતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પ્રશનોનું નિરાકરણ લાવે છે.
ગુજરાતના બહુમુખી વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તૈયાર થયેલી મજબૂત ઈકો સિસ્ટમનું આ ઉત્તમ ઉદાહરણ છે.
મુખ્યમંત્રીશ્રીના આ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય દ્વારા રાજ્યના નાગરિકો ઈઝ ઓફ લિવિંગ મળશે તેવી લાગણી કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવીયાએ વ્યક્ત કરી હતી.