એબીએનએસ પાટણ: પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ ની પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્રકુમાર કે. હિરવાણીયા એ શુભેચ્છા મુલાકાત લઈ વીર મેઘમાયા મંદિર અને સ્મારક સંકુલની સફાઈ માં સહકાર આપવા બદલ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ
વીર મેઘમાયા ની ટપાલ ટિકિટ અને ટપાલ કવર આપી સન્માન કર્યું તેમજ વીર મેઘમાયા ના ઈતિહાસ થી અવગત કરાવ્યા. તેઓએ વીર મેઘમાયા ના ઈતિહાસ જાણી ત્વરિત નગરપાલિકા ના ઓફિસ સુપરિટેન્ડેન્ટ ને બોલાવી પાટણ નગરપાલિકાની બહાર જતી તમામ ટપાલ કવર ઉપર વીર મેઘમાયા ની ટીકીટ લગાવવા સૂચના આપી હતી. તેમજ વીર મેઘમાયા ની ટિકિટ ખરીદવા સૂચના આપી હતી.