એબીએનએસ, રાધનપુર:. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણશરા ગામ ખાતે મકરસંક્રાતિના દિવસે પ્રથમ વખત કોલી ઠાકોર સમાજના ઇષ્ટદેવ માંધાતા મહારાજ ની પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી
જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણે વસવાટ કરતા કોલી ઠાકોર સમાજના લોકો પોતાના વતન ખાતે પહોચીને વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિતે ગામમાં શોભાયાત્રાને શરૂ કરી હતી
જે ગામના વિવિધ વિસ્તારોથી પસાર થઈ પરત ગામના ચાચર ચોક ખાતે પહોંચી હતી. જેમા મોટી સંખ્યામાં બાઈક, ગાડી અને સાધુ-સંતોની શણગારેલી બગીઓ સાથે મોટી સંખ્યામાં જનસમુદાય ઉમટયો હતો.અખિલ કોલી ઠાકોર જાગૃતિ મંડળ સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
આગેવાનોએ વીર માંધાતાજીની આ પહેલી રેલીમાં ઉમટેલા જન સમુદાય અને શાંતિપૂર્વકના આયોજનને બિરદાવ્યું અને સમાજમાં કુપ્રથા, વ્યસનમુક્ત બનાવવા, સમાજની એકતા સાથે શિક્ષણમાં રુચિ દાખવી આગળ આવવા આહવાન કર્યું હતું.
જેમાં કોલી ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ અખીયાણી, ખેંગારભાઈ મઢુતરિયા , રૂડાભાઈ ભોરિયાણી, કનુભાઈ સૂરાણી, બાબુભાઈ ડુંગરાણી, કાનજીભાઈ ભેમદુકિયા, વાલાભાઈ ભોરિયાણી, દયાલભાઈ પગી, ધનાભાઈ,નવીનભાઈ દુધકીયા વીર માંધાતા યુવા સંગઠન રાધનપુર પ્રમુખ,કરશનભાઈ ખેતાભાઈ દુધકીયા સાંતલપુર કોલી ઠાકોર સમાજ પ્રમુખ,ઈશ્વરભાઈ મસાલિયા શિવાજી સેના પાટણ જિલ્લા પ્રમુખ,હમીરભાઇ વેગડા શિવાજી સેના પાટણ જિલ્લા ઉપપ્રમુખ,ભગવાનભાઈ માયાણી વીર માંધાતા યુવા સંગઠન રાધનપુર ઉપપ્રમુખ,વિરમભાઈ વેગડા,પાંચાભાઈ ડુગરાણી,અમરતભાઈ પુજાણી શિવાજી સેના પાટણ જિલ્લા મહામંત્રી,ગોવિંદભાઈ અખિયાણી શિવાજી સેના પાટણ જિલ્લા સંગઠનમંત્રી,ભરતભાઈ ભોરીયાણી શિવાજી સેના પાટણ જિલ્લા મંત્રી,ખેતાભાઈ અખિયાણી શિવાજી સેના સાંતલપુર તાલુકા ઉપપ્રમુખ,કલ્પેશભાઈ રાઠોડ (ગીર ફાઉન્ડેશન),રમેશભાઈ રાકાણી શિવાજી સેના રાધનપુર તાલુકા પ્રમુખ,વિજયભાઈ જાદવ શિવાજી સેના સમી તાલુકા પ્રમુખ,વિષ્ણુભાઈ અદગામા પાટણ જીલ્લા શિવાજી સેના મીડિયા સેલ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.