એબીએનએસ, રાધનપુર: રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર મેળવે જેના માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓ સાથે ઓરમાયું વર્તન થતાં સરકારના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંધન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે.
રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દી સાથે હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરાયું હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રાધનપુર સરકારી હોસ્પિટલમા આવેલ દર્દીની દવા નહિ કરતા સતત 2 કલાક સુધી દર્દીને હોસ્પિટલમા બેસી રહેવા મજબુર કરતા આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી જેમાં તે સમયે રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણુક સામે આવી છે.
રેફરલ હોસ્પિટલમા હાજર સ્ટાફ અને નર્સએ સાંજના 4 વાગ્યાં સુધી દવા નહિ થાય તેવું કહેતા દર્દીની સાથે આવેલ સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઈન્જેકશન આપવા કહેલ જે બાદ પણ કોઈવાત સાંભળવામાં નહિ આવતા આખરે મજબુર બની પેસન્ટને સગાએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ મા લઇ જવા મજબુર બનવું પડ્યું હતું …
રાધનપુર રેફરલ હોસ્પીટલની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી દર્દી આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા દર્દી ની શુ હાલત બને તેવા સવાલો લોકોમાં ઉભા થઈ રહ્યા છે.
સરકારી હોસ્પિટલ માં હાજર સટાફ કહે છે કે ચાર વાગ્યાં સુધી તો દર્દી દવા નહિ થાય.. અને જવાબ આપે છે કે તમારા થી થાય એ કરી નાખો બાકી હાલ દવા નહિ થાય.. ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમા સ્ટાફની ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે.
આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલ ના સ્ટાફ સહીત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો રાધનપુરના ધારાસભ્ય જાહેર જનતાને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે આગળ આવે તે પણ જરૂરી બની ગયું છે.
આ બાબતે રેફરલના ઉચ્ચ અધિકારીને જાણ કરતા પૂછતાં તેઓએ એ આ આક્ષેપો નકાર્યા હતા અને આ બાબતે વધુ જાણકારી મેળવી યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. હવે જોવું એ રહ્યું કે આ બાબતે નર્સ કે સ્ટાફ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે કે પછી આ રીતે જેસે ચાલતા હે ચલને દો ની નીતિ ચાલુ જ રહેશે.