જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરાયું
પોરબંદર દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર મુઝ્ઝફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં એલ. એચ. બી ટ્રેનમાં રૂપાંતરણનું ઈ -લોકાર્પણ
કેન્દ્રીય મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રનાં કાર્યો અંગે સંતોષ વ્યક્ત કર્યો
પોરબંદર, તા.૨૧: પોરબંદર જિલ્લાના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૯૪૭.૭૫ લાખનાં ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું. કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ વિકાસ લક્ષી રાજનીતિની શરૂઆત થઈ હતી.તેને મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનાના નેતૃત્વમાં આગળ ધપાવીને લોકોની સુખાકારી વધે તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્વાસ્થ્ય માટે લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે કરવામાં આવી રહેલી કામગીરીની વાત કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટેની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે અને ૬૦ કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા પોરબંદર શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે તેમજ વહીવટી તંત્રના કાર્ય અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અભિનંદન આપ્યા હતા.
જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ વિડીયો માધ્યમથી સંબોધતા જણાવ્યું હતું કે સરકારે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને વિકાસનો માર્ગ ખોલ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કાર્યરૂપી બીજારોપણ આજે વિકાસનું વટ વૃક્ષ બનવા જઈ રહ્યું છે તેનો લાભ આજે લોકોને મળી રહ્યો છે.
વધુમાં તેમણે જિલ્લામાં પીવાના પાણી લગતાં વિકાસ કાર્યો આયોજન કરવામાં આવી રહ્યું અને પોરબંદર વિકસિત શહેર તરીકે ઉભરી આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.
પોરબંદર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યું કે, પોરબંદર શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપીને પૂજ્ય મહાત્મા ગાંધીજીની ઓળખ ઉભી કરવા માટેની તક આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોરબંદર જિલ્લામાં રેલવે ક્ષેત્રે વિકાસલક્ષી કાર્યો કરવા તેમજ પોરબંદર શહેર અને જિલ્લાના લોકોની સુખાકારી વધે તે દિશામાં વિકાસલક્ષી કાર્યો કરવા માટે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાનો વિશેષ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. બી.ઠક્કરે કેન્દ્રીય મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સહિત સર્વાંગી વિકાસની રૂપરેખા આપી ઇન્ચાર્જ કલેક્ટર શ્રી કે.બી. ઠક્કરે નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તે માટે ટીમ વર્કથી કરવામાં આવી રહેલી કામગીરી પણ રૂપરેખા આપી હતી. આ તકે પોરબંદર મ્યુ. કમિશ્નર એચ. જે. પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે,પોરબંદર જિલ્લાના કુલ રકમ રૂ. ૧૭.૧૪ કરોડના ૬૧ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત અને કુલ રકમ રૂ. ૨.૩૪ કરોડના ૧૦૦ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું .
જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧.૫૬ કરોડનું ઘર વિહોણા લોકો માટે નાઈટ શેલ્ટર બિલ્ડીંગ બનાવવાના કામનું ઈ-ખાતમૂહુર્ત,માર્ગ અને મકાન (પંચાયત)વિભાગ હેઠળ પોરબંદર જિલ્લામાં રૂ. ૧૨.૦૨ કરોડના ૧૦ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત,આરોગ્ય
અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં રૂ. ૧.૮૬ કરોડના કુલ-૬ નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રોનુંઈ-ખાતમૂહુર્ત,સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) હેઠળ પોરબંદર જિલ્લાના રૂ. ૯૭.૫૮ લાખના ૩૬ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત,સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) હેઠળ પોરબંદર જિલ્લાના રૂ.૧.૯૨ કરોડના ૮૨ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ,નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ પોરબંદર જિલ્લાના રૂ. ૪૧.૯૭ લાખના ૧ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત,સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે રૂ. ૨૦ લાખના રી-ક્રિએશન પાર્કનું ઈ-ખાતમૂહુર્ત,પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ૧૫માં નાણાપંચના પોરબંદર જિલ્લાના રૂ. ૪૧.૪૫ લાખના ૧૮ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ૧૫માં નાણાપંચના પોરબંદર જિલ્લાના રૂ. ૧૦.૬૭ લાખના ૬ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. અને પોરબંદર દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર મુઝ્ઝફરનગર
પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં એલ. એચ. બી ટ્રેનમાં રૂપાંતરણનું ઈ -લોકાર્પણ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા પણ વર્ચુઅલી જોડાયા હતા
આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીરીબેન ખૂટી, નિવાસી અધિક કલેકટર શ્રી જે.બી.વદર,ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રેખાબા સરવૈયા, ડીવાયએસપી શ્રી રૂતુબા રાબા, અગ્રણી સર્વ શ્રી રમેશભાઈ પટેલ, રામદેવભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, ભીમભાઇ ઓડેદરા , મીતાબેન થાનકી સહિતનાં અગ્રણીઓ ,અધિકારી-કર્મચારીઓ અને અને જિલ્લાનાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.