એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેસ દ્વારા સમગ્ર દેશમાં દર વર્ષે નેશનલ રોડ સેફટી મંથ (રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ) ની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષની જેમ વર્ષ-૨૦૨૫ માટે પણ નેશનલ રોડ સેફટી મંથની તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લામા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગોધરાની શ્રી શ્રી રવિશંકર શાળાના વિદ્યાર્થીઓ માટે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં આરટીઓ ગોધરાના IMV વી.એસ.પટેલ દ્વારા શાળાના બાળકોને માર્ગ સુરક્ષા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી તેમજ બાળકોને રોડ સેફટી બાબતે ઉપયોગી માહિતી આપવમાં આવી હોવાનુ આરટીઓ, ગોધરાની એક યાદીમાં જણાવાયુ છે.