Education

મોહસીને આઝમ મિશન રાધનપુર દ્વારા એજ્યુકેશન અવેરનેસ ડે યોજાયો…

એબીએનએસ, એ.આર. પાટણ: રાધનપુર ખાતે મોહસીને આઝમ મિશન ના સ્થાપક જનાબ સૈયદ હસન અસકરી અશરફિયુલ જિલાનીના વિલાદત જન્મ દિવસને દેશભરમાં એજ્યુકેશનલ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો.

ત્યારે રાધનપુર મુકામે મોહસીને આઝમ હિન્દ મિશન રાધનપુર બ્રાન્ચ દ્વારા સંસ્થાના સ્થાપક સૈયદ હસન અસકરીના જન્મદિવસે દેશભરમાં દરેક સમાજમાં ખાસ કરી ને મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે તે હેતુસર જુદા જુદા પ્રોગ્રામો કર્યા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંજુમન જલાલિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં ભણતા બાળકો કે જેમને 80% ઉપર આવેલા છે તેવા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને આ ઉપરાંત પ્રાથમિક શાળાના તમામ બાળકોને તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતુ.

કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ડોક્ટર મુનીરભાઈ અજમેરીએ બાળકોને દુઆ આપી શિક્ષણ વિશે બાળકોને જાગૃતિ લાવવા માટે બાળકો પોતાનાં બાળપણનું ધ્યાન રાખતા અને પોતાના માં રહેલ આળસને દૂર કરી આજના કોમ્પિટિટીવ યુગ માં કઈ રીતે સમય સાથે ચાલીને શિક્ષણમાં આગળ વધવું અને શિક્ષણ પ્રત્યે ગંભીર બની મહેનત કરવા લાગી જાઓ તેવી હાકલ સાથે પ્રોત્સાહન આપી આશીર્વચન આપ્યા હતા.

ફરૂકભાઈ ઘાંચી એ બાળકો સાથે બેસીને જન્મદિવસ ઉજવવા સાચા અર્થમાં શૈક્ષણીક હેતુસર એક બાળક તરીકે તમને કઈ રીતે કરી શકો તેના વિશે સચોટ અને સાચી માહિતી આપી હતી.તેમજ ડોક્ટર અનીશભાઈ મનસુરી દ્વારા પણ બાળકોને શિક્ષણ પદ્ધતિ પ્રોત્સાહિત થાય તે તે હેતુથી સમજ આપી હતી.

અંજુમન ઈ.જ.મદ્રેસા સંસ્થાના પ્રમુખ જનાબ અકરમખાન કે.પઠાણએ બાળકોને શિક્ષણની સમજ આપી આ સંસ્થાના પાયાના હેતુ અને સિદ્ધાંતોથી બાળકોને અવગત કરાવીને સંસ્થાના પાયાની જાણકારી આપી હતી અને આ પાયા પર ઇમારત આપ સૌ બાળકોએ ભેગા મળીને મહેનત કરી શિક્ષણક્ષેત્રે સુંદર મજાના શિક્ષણના નવા માળ ચણીને તેની શોભામાં વૃદ્ધિ થાય અને શિક્ષણનું આ વટ વૃક્ષ વિશાળ થતું જાય તેવી બાળકોને હાકલ કરી હતી.

શિક્ષણમાં ખૂબ મહેનત કરી પોતાનાં, પોતાના મા બાપના, પોતાની સંસ્થાના ,પોતાના સમાજના અને ગામના તથા રાષ્ટ્રનાં વિકાસમાં સહભાગી બનો તેવી પ્રેરણા આપી ત્યારબાદ આવનાર મહેમાનોના શુભ હસ્તે દરેક બાળક જેમના 80% થી ઉપર આવેલા હતા તેવા તમામ બાળકોને આ શુભ પ્રસંગે તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને લગભગ શાળાના 204 જેટલા બાળકો એ આ ઇનામ વિતરણ નો લાભ લીધો હતો.

મોહસીન આઝમ મિશનના રાધનપુર બ્રાન્ચ ના પ્રમુખ ઘાંચી ઇમરાનભાઈ , સાજીદભાઈ ઘાંચી , ઇનાયતભાઈ બાબાકાકા અને મિશન ની પૂરી ટીમ વતી આવનાર તમામ મહેમાનોનું , સંસ્થાનું તથા પ્રાથમિક શાળાનું અને અંજુમન પરિવારનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરના કલ્યાણપુરા પ્રા. શાળાના પટાંગણમાં 26.જાન્યુ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો..

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે આવેલ પ્રાથમિક…

राजस्थान के खिंवाड़ा के टीचर को ग्लोबल टीचर एवॉर्ड से नवाजा गया, गुजरात के दांतीवाड़ा में भी सेवा दे चुके हैं

राजस्थान के छोटे से गांव खिंवाड़ा के टीचर ने गुजरात के दांतीवाड़ा के जवाहर नवोदय…

સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે

બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર સતત…

ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન :- રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે,…

પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી

એબીએનએસ, પાટણ : પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યની…

1 of 9

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *