Latest

ચિઠોડા મુકામે લક્ષદીપ કીડ સ્કૂલ માં પ્રજાસત્તાક દિનની ખૂબ જ સરસ ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજરોજ 26 જાન્યુઆરી 2025 ના રોજ ચિઠોડા મુકામે લક્ષદીપ કીડ સ્કૂલ માં પ્રજાસત્તાક દિનની ખૂબ જ સરસ ઉજવણી કરવામાં આવી શાળાના લગભગ 50 જેટલા બાળકો તથા તેમની સાથે એથી વધારે એટલે કે સાઈઠ જેટલા વાલી હાજર રહેલા શાળાની શિક્ષિકા બહેનોએ ખૂબ જ મહેનત કરી બાળકોને વિવિધ ગીત તથા એકપાત્ર અભિનય તથા સંગીત ખુરશી ના કાર્યક્રમ માટે તાલીમ આપેલી નાનકડા બાળકો એ ખૂબ જ સરસ રજૂઆત કરી કાર્યક્રમની શરૂઆતમાં સંચાલક શ્રી દિલીપ સાહેબ દ્વારા હાજર વાલીઓ અને બાળકોને પ્રજાસત્તાક દિનની ઉજવણીની માહિતી આપી તિરંગા વિશે તથા દેશના બંધારણ વિશે આછી પાતળી સમજ આપી

આ કાર્યક્રમ રવિવારની રજા હોવા છતાં વાલીઓ અને બાળકો ખૂબ ઉત્સાહથી હાજર રહ્યા અને લાંબા સમય સુધી ઉત્સાહભેર આનંદ માણતા રહેલા કાર્યક્રમ મા વાલીઓ દ્વારા બાળકોને ભેટ અને ઇનામો આપવામાં આવેલા તથા શાળાના સહ સંચાલક ડોક્ટર શૈલદેવ દ્વારા નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું તથા ડોક્ટર વિશાલ દેવ દ્વારા તમામ સ્પર્ધાના વિજેતાઓને રોકડ ઇનામ આપવામાં આવેલ નાનકડા બાળકોને શરૂઆતથી જ દેશભક્તિ દેશ પ્રેમ શીખવવામાં આવે છે તો રાષ્ટ્ર નું ભવિષ્ય એમના હાથ માં સુરક્ષિત થશે એમ સંચાલક શ્રી એ કહેલ હાજર વાલીઓએ પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમ ને પ્રોત્સાહિત કરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બનાસકાંઠા વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું સન્માન

બનાસકાંઠા, એબીએનએસ, સંજીવ રાજપૂત: દેશભરમાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી…

ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી થતા રાજ્યના ખેડૂતોમાં આનંદ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની…

1 of 579

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *