પાટણ, એ.આર. એબીએનએસ: હિંમત વિદ્યાનગર સ્થિત શ્રીત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ ઍન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કૉમર્સ કૉલેજ, રાધનપુર દ્વારા યુજીસી ની સ્વાયત સંસ્થા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા ચોથી વખત ગુણવત્તા યુક્ત મૂલ્યાંકનમાં B ગ્રેડ CGPA 2.43 સાથે આપવામાં આવેલ છે.
રાધનપુર કોલેજ ઉત્તર ગુજરાતની સૌપ્રથમ કોલેજ તેમજ ગુજરાતની ચોથા નંબરની કોલેજ કે જેનું ચોથી સાયકલ માટે ગુણવત્તા યુક્ત મૂલ્યાંકન કરવામાં આવેલ હોય. જે કોલેજ માટે ગૌરવ ની બાબત કહી શકાય.કોલેજ દ્વારા સબમીટ કરવામાં આવેલ સેલ્ફ સ્ટડી રિપોર્ટ (SSR) તેમજ NAAC પિયર ટીમ ની મુલાકાત ના આધારે કૉલેજનું મૂલ્યાંકન કરવામાં આવેલ.
નેક પિયર ટીમમાં ચેરપર્સન ડૉ. રાજેન્દ્રન એન., મેમ્બર કૉ -ઓર્ડીનેટર ડૉ.આશા રામ ત્રિપાઠી અને મેમ્બર ડૉ. મિનાક્ષી વાયકોલે ઉપસ્થિત રહ્યા હતા. ટીમ દ્વારા આચાર્ય , IQAC તેમજ વિભાગનું પ્રેઝન્ટેશન તેમજ ડિપાર્ટમેન્ટ, ટ્રસ્ટી મંડળ,કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિની કમિટી,સેલ,ભૂતપૂર્વ વિદ્યાર્થી, હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વાલી સાથે મિટિંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નો આનંદ પણ માણ્યો હતો
ટ્રસ્ટના પ્રમુખ ડૉ.મહેશભાઈ મુલાણી અને મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ એ NAAC ના ગ્રેડિંગ માટે અથાગ મહેનત અને કુશળતા કેળવનાર કૉલેજના પ્રિ. ડૉ.સી.એમ.ઠક્કર, કૉ-ઓર્ડીનેટર ડૉ.રેજી જ્યોર્જ, કૉ કૉ-ઓર્ડીનેટર ડૉ. ચિરાગ વી. રાવલ તેમજ સમગ્ર કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ ગુણવત્તા યુક્ત મૂલ્યાંકન આવતા પાંચ વર્ષ સુધી માન્ય રહેશે.