Breaking NewsLatest

પ્રેમને અનોખા અંદાજમાં પ્રદર્શિત કરતું ગુજરાતી ગીત મોસમનું અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું

અમદાવાદ: લાગણી, વર્તન અને સ્નેહની તીવ્ર લાગણીઓ, રક્ષણાત્મકતા, હૂંફ અને બીજી વ્યક્તિ પ્રત્યે આદર સાથે સંકળાયેલ માન્યતાઓનું મિશ્રણ એટલે પ્રેમ અને એજ પ્રેમ ને ખુબજ અનોખા અંદાજ માં દર્શાવતા ગીત મોસમ નું લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ગીતના કંપોઝર, સિંગર અભિષેક સોની એ જણાવ્યું કે આ ગીત ગુજરાતી સંગીતમાં એક નવો જ ટ્રેન્ડ સેટ કરશે. આ ગીત થકી ગુજરાતી ગીતો માં એક નવી મોસમ જોવા મળશે અને લોકો ને આ ગીત ખુબજ વધારે પસંદ આવશે એની અમને ખાતરી છે. મોસમ’ એ ગાઢ પ્રેમને વ્યક્ત કરવા માટેનો એક સાંકેતિક શબ્દ છે. આ જ શબ્દ ‘મોસમ’ આ ગીતના લીરિસિસ્ટ તેજસ દવેને સંપૂર્ણ ગીત લખવા માટે મજબૂર કરે છે. ગીત માં સિંગર ક્રિશાની ગઢવીએ પણ સાથે આપ્યો છે સાથે જ આ ગીતના ડાયરેક્ટર નિસાર મન્સૂરીનું કહેવું છે કે ગીતની વિશેષતા એ છે કે અંતરામાં ‘મોસમ’ શબ્દને લીરિસિસ્ટ અને કંપોઝરે અલગ રીતે વ્યક્ત કર્યો છે. જેના કારણે સમગ્ર સોંગ એક સરસ ‘સ્ટોરી’ નું સ્વરૂપ ધારણ કરે છે.આ ‘મોસમ’ ગીત અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે.

આ ગીતની સ્ટાર કાસ્ટ માયરા દોશી અને કંપોઝર અભિષેક સોનીનું કાસ્ટીંગ પણ આ ગીતની સ્ટોરી પ્રમાણે પરફેક્ટ થયું છે. ગીતના કો-પ્રોડ્યુસર સાહેબ મલિક, મનિષ ધાનિજ, રોનક રાજકોટવાલા અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર વિકી મહેતાએ કહ્યું કે સ્ટોરીની ડિમાન્ડ મુજબ સમગ્ર વીડિયોમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સમગ્ર ગીતનું મ્યુઝિક પ્રોગ્રામિંગ દર્શન શાહે કર્યું છે. આ ગીત સાથે જોડાયેલ તમામ ટીમ સભ્યનું માનવું છે કે ગુજરાતી સંગીતમાં આ ‘મોસમ’ ગીત એક અલગ જ ટ્રેન્ડ સેટ કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *