પાલીતાણા સ્વામી વિવેકાનંદ સ્કૂલની સામે આંબલીના ઝાડમાં અચાનક આગ લાગી હતી આંબલીના ઝાડમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આગ ની જાણ થતા ફાયર વિભાગ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો
પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ આંબલીના ઝાડના થડમાં પોલાણ હોવાથી ફાયર વિભાગ દ્વારા રસ્તો બંધ કરાવવા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ લોકોએ ફાયર વિભાગની વાતને ધ્યાને ન લઈને રસ્તા પર અવરજવર શરૂ રાખી હતી ત્યારે અચાનક આમલીનું ઝાડ રસ્તા પર ઢળી પડતા લોકો આંબલીના ઝાડ નીચે ફસાયા હતા
જેના કારણે નીચે ફસાયેલા માણસોને ફાયર વિભાગ તથા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ આ બચાવ કામગીરી દરમિયાન પાલીતાણા ફાયર ઇન્સ્પેક્ટર મયંકભાઇ ઉપાધ્યાયને માથાના ભાગે આબલીના ઝાડની એક ડાળી નીચે પટકાતા મયંક ભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા