bhavnagar

પાલીતાણા ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી

પાલીતાણા સ્વામી વિવેકાનંદ સ્કૂલની સામે આંબલીના ઝાડમાં અચાનક આગ લાગી હતી આંબલીના ઝાડમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આગ ની જાણ થતા ફાયર વિભાગ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો

પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ આંબલીના ઝાડના થડમાં પોલાણ હોવાથી ફાયર વિભાગ દ્વારા રસ્તો બંધ કરાવવા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ લોકોએ ફાયર વિભાગની વાતને ધ્યાને ન લઈને રસ્તા પર અવરજવર શરૂ રાખી હતી ત્યારે અચાનક આમલીનું ઝાડ રસ્તા પર ઢળી પડતા લોકો આંબલીના ઝાડ નીચે ફસાયા હતા

જેના કારણે નીચે ફસાયેલા માણસોને ફાયર વિભાગ તથા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ આ બચાવ કામગીરી દરમિયાન પાલીતાણા ફાયર ઇન્સ્પેક્ટર મયંકભાઇ ઉપાધ્યાયને માથાના ભાગે આબલીના ઝાડની એક ડાળી નીચે પટકાતા મયંક ભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *